________________
૧૪૪] જૈન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ કે અમે અરજદારને પહેલાની જેમ પાલિતાણા તાલુકે કાયમી ઈનામ તરીકે આપીએ છીએ.
તે ગુજરાતના સૂબાઓ અત્યારના ત્યાંના નાયબ સૂબાઓ તથા ભવિષ્યના સૂબાઓની ફરજ છે કે તેઓ અમારા આ પવિત્ર ફરમાન-હુકમને હમેશને માટે બરાબર માનતા રહે અને પાલિતાણું શત્રુજય વિભાગ ઉપરના અરજદારના વંશ પરંપરાના હક્કો હાથમાં રહે. તેમ જ સૂબા કે વ્યવસ્થા કરનારાઓએ તેમની પાસેથી કર લેવા નહીં, બીજી માગણી પણ કરવી નહીં, અને માગણી માટે નવા નવા પ્રશ્નો ઉઠાવવા નહીં. અને તેમની પાસે દર વર્ષે આ અંગેની સનદ પણ માગવી નહીં.
તે સૂબાઓ અને નાયબ સૂબાઓએ આ મર્યાદા પ્રમાણે જ વર્તવું. આમાં ફેરફાર કરવો નહીં. હીજરી સન ૧૦૬૮ તીરકસ મહિનાની તા. ૯ મી.
આ ફરમાનના પાછળના ભાગમાં લખાણ છે કે–નવાબનું ફરમાન–અનેક વિશેષણવાળા પ્રખ્યાત વિજયી રાજકુમાર મહમ્મદ સુલતાન બહાદુર વિજયી મહમ્મદ ઔરંબઝેબ શાહબહાદૂરના પુત્ર. હીજરી સન ૧૦૬૮ તીરકસ મહિનાની તા. ૯ મી.]
નોંધ- બાદશાહ શાહજહાં અને ઔરંગઝેબે નગરશેઠ શાંતિદાસ ઝવેરીને પાલિતાણા ગામ અને શ્રી શત્રુજ્ય પહાડ ઈનામમાં આપ્યાં હતાં, તે પછી નગરશેઠના કુટુંબે જ ગારિયાધારના ગહેલોને વળાવચેકીનું રખોપું આપી તે ગોહિલને પાલિતાણામાં વસાવ્યા હતા. આર્થિક મદદ આપી પાલિતાણુ પ્રદેશના રાજા બનાવ્યા હતા. પણ રખેપાના અને રૂઆબનું રૂપ લીધું ત્યારે અંગ્રેજ સરકારે વચમાં દખલ કરી રખાપામાંથી ટેક્સનું જે ધોરણ બાંધ્યું તેમાંથી નગરશેઠના કુટુંબના સૌ મનુષ્ય માટે તા. ૨૭–૩–૧૮૮૨ના રોજ માફી જાહેર કરાવી હતી.
શેઠ લક્ષ્મીચંદ સં. ૧૭૪૫ના વૈશાખ વદિ ૨ ના રોજ ભટ્ટા શ્રી લક્ષમીસાગરસૂરિન પાટ–ઉત્સવ ઘણું દ્રવ્ય ખરચીને કરાવ્યા અને સં. ૧૭૪૭ના આ સુદિ ૩ ને ગુરુવારે અમદાવાદના રાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org