________________
અઠ્ઠાવન] રાજનગરનો નગરશેઠ વંશ
[૧૪૭ ભેજામાં એવી ધૂન આવી કે આ દેરું (મંદિર) વટલાવી, તેમાં પેસી નિમાઝ પઢાવવી જોઈએ. .. શેઠ ખુશાલચંદે આ વાત સાંભળી. તેમણે ત્યાંની જિનપ્રતિમાઓને ઉઠાવી ગાડાંઓ મારફત ઝવેરીવાડમાં લઈ આવ્યા. તેમાંની ત્રણ માટી પ્રતિમાઓને શેઠ ખુશાલચંદ શેઠ શાંતિદાસની સ્મૃતિમાં બનાવેલ ભગવ શ્રી આદીશ્વરના ભેંયરામાં પધરાવી અને મૂળનાયક શામળા ચિંતામણિ પાર્શ્વનાથને ઝવેરીવાડના શેઠ વખતચંદના પુત્ર સૂરજમલે બનાવેલા જિનાલયમાં પધરાવી. આ દેરાસર આજે વાઘણપાળમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસર તરીકે પ્રસિદ્ધ છે.
મુસલમાનોએ સરસપુરનો જિનપ્રાસાદ વટલાવ્યો. રંગમંડપ, ઘૂમટ, પૂતળીઓ વગેરેને તોડી-ફેડી વિકૃત કરી નાખ્યાં. આ જૂનું દેરાસર સરસપુરની પશ્ચિમે બિરમાર હાલતમાં વિદ્યમાન છે.
(- અમદાવાદને ઇતિહાસ, પૃ. ૧૪૪–૧૪૩) બીબીપુરને આ જિનપ્રાસાદ સરસપુરમાં ખંડેર રૂપે ઊભે છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દર્શન માટે ઘણું ભાઈબહેનો આવે છે. આ સ્થાન પ્રભાવશાલી મનાય છે.” (- પ્રક. ૫૯, ચિંતામણી પાર્શ્વનાથ જિનપ્રાસાદ,
પ્રક. ૪૪, પૃ૦ ૧૦૧) વૃદ્ધવાણી –
શા. મગનલાલ વખતચંદ ઉપર્યુક્ત દેરાસરને જે ઇતિહાસ આપ્યો છે તે અંગે વૃદ્ધવાણી પરંપરાથી તેવી ચાલે છે કે –
શેઠ ખુશાલચંદ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદની પ્રતિમાઓને શેઠ, શાંતિદાસે જે ત્યાંથી પિતાની હવેલી સુધી સુરંગે બનાવી હતી તે રસ્તે રથ મારફત બધી પ્રતિમાઓને ઉઠાવી લાવ્યા. - શેઠ ખુશાલચંદ શ્રી આદીશ્વરને જિનપ્રાસાદ બંધાવ્યો હતે તેમાં શ્રી ધર્મનાથ વગેરે જિનપ્રતિમાઓ હતી તેને ઉપર લાવી પધરાવી અને ભોંયરામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org