________________
અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ
[૧૨૫ શેઠ શાંતિદાસ જ્યાં જાય ત્યાં સવારે ઊઠી દેવદર્શન, ગુરુદર્શન વગેરે નિત્યવિધિ કરી ઘેર આવી ખાઈ-પી પિતાના કામે જતાએ એમને દૈનિક કાર્યક્રમ હતો.
તપાગચ્છના પ૩મા ભટ્ટા. આ. શ્રી લક્ષમીસાગરસૂરિના શિષ્ય મહોય શ્રી વિદ્યાસાગર ગણીની પરંપરામાં મહ. શ્રી ધર્મસાગર ગણીના શિષ્ય સં. ૧૬પ૩માં ઉપાઠ શ્રી લબ્ધિસાગર ગણુ થયા.
તેમને (૧) પં શ્રી નેમસાગર ગણું અને (૨) મુનિ શ્રી મુક્તિસાગર ગણું એ બે શિષ્યો હતા. તે બંને ગૃહસ્થપણામાં સગા ભાઈએ હતા. સાધુપણામાં પણ ગુરુભાઈઓ હતા. બંને બુદ્ધિમાન, વિદ્વાન અને મોટા વાદી હતા.
આથી સં. ૧૯૫૫માં ભટ્ટા. વિજયસેનસૂરિના હાથે પન્યાસ બન્યા. બંને બાલબ્રહ્મચારી હતા. પં. મુક્તિસાગર ગણીને પદ્માવતી દેવીનું ઇષ્ટ હતું.
કવિવર ૫૦ સેમવર્ધન ગણું લખે છે કે –
આ બંને પન્યાસે સુરતમાં ચાતુર્માસ હતા ત્યારે સુરતમાં મેટે શાંતિદાસ ઝવેરી રહેતો હતો. તે ધનકુબેર હતો પણ તેને પુત્ર-પુત્રી કંઈ સંતાન નહોતું. એક દિવસ તે શેઠે બંને પન્યાસે પાસે આવી વાંદી કરગરીને અરજ કરી
ગુરુદેવ! ગુરુદેવની કૃપાથી આ આપના સેવક પાસે અનર્ગલ ધન છે; પણ એવું કોઈ અંતરાયકર્મ નડે છે કે અમારા પછી આ ધનને વાપરનાર–દાનપુણ્ય કરનાર એ કોઈ જીવ નથી (અમને કઈ સંતાન નથી.) ગુરુદેવ કૃપા કરે તો આ અંતરાયકર્મ તૂટે અને આ શ્રાવકનું ઘર આબાદ બને.
આ સાંભળી બંને પંન્યાસએ સં. ૧૬૬૦ના ચૈત્ર માસમાં ઉપાશ્રયમાં નીચે ભેંયરામાં બેસી સર્વકાર્યસાધક શ્રી ચિંતામણિ મંત્રનો જાપવિધિ શરૂ કર્યો.
૧. આ સમયે સુરતના શેડ શાંતિદાસ ઝવેર, (૨) અમદાવાદના શેઠ સહઅકિરણને પુત્ર શાંતિદાસ ઝવેરી અને અમદાવાદના શેઠ લહુઆ શ્રીમાલીવંશના શેડ શાંતિદાસ મનિયા એમ ત્રણ શાંતિદાસે થયા છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org