________________
અઠ્ઠાવન ]
રાજનગરના નગરશેઠ વંશ [૧૨૭ ડરી ગયા ને જીભ મેળવી નહીં. છતાં તમે મેટા રાજમાન્ય બનશે.
(- શેઠ શાંતિદાસને રાસ, જૈન ૫૦ ઈ.
પ્રક. ૫૫, પૃ. ૧૦૮ થી ૧૧૦) શેઠ શાંતિદાસ ઝવેરી સં. ૧૯૬૧માં ખુશી થતો થતો સુરતથી અમદાવાદ ગયા અને ત્યાંથી આગરા ગયા ત્યારે બાદશાહ અકબરે પેતાના રાજદરબારમાં સૌ ઝવેરીઓને લાવ્યા હતા.
શેઠ શાંતિદાસ ઝવેરી પણ સૌ ઝવેરીઓ સાથે રાજદરબારમાં ગયા. તેમણે ત્યાં મોતીની સાચી પરીક્ષા કરી બતાવી અને તેની વાજબી કિંમત પણ જણાવી મેટી નામના પ્રાપ્ત કરી. તેમને મેગલ દરબારમાં મેટાં માન-સન્માન મળ્યાં અને બાદશાહ અકબરે તેમને પણ ઝવેરીની પદવીથી નવાજ્યા.
એક વાર બાદશાહ અકબરની એક બેગમ અમદાવાદમાં કઈ ખાસ કામે આવી હતી. શ્રી શાંતિદાસ ઝવેરીએ તેની ખૂબ ખાતરબરદાસ્ત કરી. બેગમે પ્રસન્ન થઈ તેમને ધર્મભાઈ બનાવ્યા.
બાદશાહ અકબરના મરણ પછી તેને માટે પુત્ર જહાંગીર (સં. ૧૬૬૭ થી ૧૬૮૪ ફાગણ વદ અમાસ, સને ૧૬૦ ૬ થી તા૧૮-૧૦-૧૬૨૭ સુધી) હિંદને બાદશાહ બન્યો.
(- પ્રક. ૪૪, પૃ. ૨૨૨) તેણે અમદાવાદથી શાંતિદાસ ઝવેરીને બોલાવ્યા અને તેમને મામા ” કહી તેમનું ઘણું માન-સન્માન કર્યું. પછી તે શેઠ શાંતિદાસને અમદાવાદના “નગરશેઠની પદવી આપી અને ગુજરાતના સૂબાનો હોદ્દો આપ્યો.
શેઠ શાંતિદાસ સમજી ગયા કે આ બધું ગુરુદેવની કૃપાનું ફળ છે. તેમણે પં. શ્રી નેમિસાગર ગણી અને પંમુક્તિસાગર ગણુને વિનંતી કરી અમદાવાદમાં પધરાવ્યા. તેમણે પોતાના મનથી પં. શ્રી મુક્તિસાગરનું પં. રાજસાગર ગણું નામ રાખ્યું અને તેમને વિનંતી કરી કે, “ગુરુદેવ! આપની કૃપાથી મને ગુજરાતની સૂબાગીરી મળી છે. એટલે આ રાજ્ય આપનું જ છે. આપ ગુરુદક્ષિણમાં મારું આ દાન સ્વીકારી અને ઋણમુક્ત કરો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org