________________
૧૩૮]
જૈન પરંપરાનો ઇતિહાસ [ પ્રકરણ રાપું – અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરી અને શેઠ રતનસૂરા તપાગચ્છના કારખાનાએ સં. ૧૭૦૭ના કાર્તિક સુદ ૧૩ ને મંગળવારે ગારિયાધારના જાગીરદાર ગેહેલ કાંધાજી વગેરે ગોહેલ કુટુંબને શ્રી શત્રુંજય પહાડ તથા તેના યાત્રાળુઓની રક્ષા માટે વળાવો અને ચાકી માટે રકમ મુક્ત કરી કરાર સાથે રખોપાનું કામ સોંપ્યું હતું.
( – પ્રક. ૪૪, પૃ. ૨૩૭ થી ૨૪૦) સંઘ – શેઠ શાંતિદાસે સં. ૧૬૮૨ પહેલાં શ્રી શત્રુંજય અને શ્રી ગિરનાર તીર્થોના છરી પાળતા યાત્રા સંઘે કાઢી સંઘપતિનું તિલક પ્રાપ્ત કર્યું હતું.
હવે સં. ૧૭૧૩માં શ્રી શત્રુંજય પહાડ અને પાલિતાણું ભેટ મળ્યા બાદ શ્રી શત્રુંજયને ભટ્ટાશ્રી રાજસાગરસૂરિની અધ્યક્ષતામાં માટે યાત્રાસંઘ કાઢ્યો હતો. ત્યાં તેણે ભગ0 શ્રી ઋષભદેવના જૂના પરિકરને બદલે નવું પરિકર બનાવી ભટ્ટા, શ્રી રાજસાગરસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી અને તેમાં શ્રી શત્રુંજય ભેટ મળ્યાનો ઉલ્લેખ કરાવ્યું. શ્રી શત્રુંજય તીર્થનાં મંદિરની ચારે બાજુ “મોટે વિશાળ કિલો” બનાવ્યું. શ્રી શત્રુંજયની તળેટીમાં વાવ બંધાવી.
શેઠે આ સિવાય નવાં જિનાલ, જીર્ણોદ્ધારો, સાધર્મિકેની ભક્તિ, ગ્રંથલેખન, દુષ્કાળમાં જનતાને અનાજ, પાણી, કપડાં વગેરેની સહાય–દાન વગેરે શુભ કાર્યો કર્યા શેઠ શાંતિદાસ સં. ૧૭૧૫માં અમદાવાદમાં સ્વર્ગસ્થ થયા.
(– પં. કૃપાસાગર કૃત “ભટ્ટા રાજસાગરસૂરિ
નિર્વાણ રાસ'). શેઠના પૌત્ર ખુશાલચંદ શેઠની રસૃતિ માટે અમદાવાદમાં ભગવ શ્રી આદીશ્વરને ભોંયરાવાળા મોટો જિનપ્રાસાદ બનાવ્યા. પરિવાર –
શેઠ શાંતિદાસને વર્ધમાન નામે મોટા ભાઈ હતા. તેમની પત્નીઓ અને પુત્રોનાં નામ આ પ્રમાણે મળે છે. –
સં. ૧૬૮૨ અથવા સં ૧૯૯૭ના પ્રશરિતલેખમાં ચાર સ્ત્રીઓનાં નામ મળે છે. –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org