________________
૧૨૨] જૈન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ જૈનોને આમંત્રણ આપી વસાવ્યા. જેનો અમદાવાદ નગરને જિનાલયે, ગ્રંથભંડારો, હવેલીઓ અને વેપાર વગેરે વિકાસ કરતા રહ્યા.
શા, વત્સાએ પણ ભવ્ય ઘર દેરાસર બનાવ્યું. તેમની ભાવના હતી કે હવે ઘરમાં મેટ ગ્રંથભંડાર પણ બનાવો. એમના પુત્ર સહસ્ત્રકિરણે તેમની એ ભાવના પૂરી કરી.
સંભવ છે કે એ સમયે શાવર્ધમાન અને શા. શાંતિદાસ બાળકરૂપે હોય.
૩. શા૦ સહસ્ત્રકિરણ–તેમનાં બીજાં નામે સહસકિરણ, સહસકરણ, શેષકરણ પણ મળે છે. તેમને (૧) કુંઅરબાઈ અને (૨) સૌભાગ્યદ એમ બે ભાર્યાઓ હતી. તેમને કંઅરબાઈથી શા વર્ધમાન અને સૌભાગ્યદેથી શા શાંતિદાસ એમ બે પુત્રો થયા.
શેઠ સહસ્ત્રકિરણ જેવા ધર્મપ્રેમી હતા તેવા વિદ્યાપ્રેમી પણ હતા. શા, વત્સાએ અમદાવાદમાં પોતાનું સ્વતંત્ર ઘર-દેરાસર બંધાવ્યું હતું, જ્યારે પુત્ર સહસ્ત્રકિરણે સં. ૧૬૫૪–પપમાં જૂના ગ્રંથે વેચાણ ખરીદીને તેમ જ નવા નવા ગ્રંથ લખાવી ઘરમાં પોતાને જ નવ ગ્રંથભંડાર બનાવ્યા. - આ જૂના ગ્રંથની પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓ હતી તેમની તેમ રહેવા દઈને તેની નીચે પોતાની નવી પમ્પિકાએ લખાવી. સાધારણ રીતે પોતાના દરેક ગ્રંથમાં નીચે પ્રમાણે એકસરખી નોંધ મળે છે. __ “साह श्रीवच्छ, भार्या बाई गुरुदे, सुत सहस्रकिरणेन भंडारे गृहीत्वा सुत वध मान-शांतिदासपालनार्थम् ।" ।
તેમણે આ રીતે ગ્રંથોમાં પિતાના પિતા, માતા, પોતે અને બંને પુત્રેનાં નામે લખાવ્યાં છે.
આથી સ્પષ્ટ થાય છે કે, તેમણે પિતાના બંને પુત્રના જન્મ પછી ગ્રંથભંડાર સ્થાપન કર્યો હતો. એ પણ નકકી છે કે, નગરશેઠ શાંતિદાસને સત્તાસમય સં. ૧૬૪૫ થી ૧૭૧૫ છે. એ ગામમાં ઘણુ ગ્રંથો ખરીદાયા અને લખાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org