________________
૮૮] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ રોજ “શ્રી શત્રુંજ્ય સ્તવન” રચ્યું છે. તેમણે તેમાં આ સંઘનું એતિહાસિક વર્ણન આપ્યું છે.
ન (જેનયુગ ૫૦ ૧, પૃ. ૨૨૯) (પં. ઉત્તમવિજયજીગણું માટે જુઓ પ્રક. ૬૬) ૪ સંઘપતિ મોદી પ્રેમચંદ લવજી–
અમદાવાદમાં કાશ્યપગોત્રીય પરમાર વંશને શેઠ લવજી મેંદી નામે દશાશ્રીમાળી જૈન હતો.
તેને (૧) પ્રેમચંદ, (૨) હેમચંદ અને (૩) જયચંદ એમ ત્રણ પુત્ર હતા તથા (૪) તેજકુંઅર નામે પુત્રી હતી.
તેજકુંઅર બચપણથી જ ધર્મપ્રેમી હતી. કહેવાય છે કે તે મરીને દેવલોકમાં ઉત્પન્ન થઈ અને પિતાના ભાઈઓને ધર્મમાં જોડી રાખી ધાર્મિક કાર્યોમાં મદદ કરતી રહેતી.
શેઠ પ્રેમચંદ વગેરે ત્રણ ભાઈઓ સુરત આવી વસ્યા. આથી તેઓ સુરતી તરીકે ખ્યાતિ પામ્યા. શેઠ પ્રેમચંદને વીજળી નામે પત્ની હતી. તેની પાસે અઢળક લમી હતી.
(– શેઠ કૃત વર્ણન) (૧-૨) શ્રી શત્રુંજય તીર્થના યાત્રાસંધ
સં. પ્રેમચંદ મોદી વિ. સં. ૧૮૩૦માં શ્રી શત્રુંજયતીર્થની યાત્રાએ ગયે હતું. તેણે સં. ૧૮૩૬માં તપાગચ્છના ભટ્ટાશ્રી વિજયધર્મસૂરિ (સં. ૧૮૦૯ થી ૧૮૪૧)ની અધ્યક્ષતામાં છરી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો.
તેણે સં. ૧૮૩૬ના ચિત્ર સુ. ૧૩ ને શુક્રવારે ભટ્ટા, શ્રી વિજયધર્મસૂરિના ઉપદેશથી શત્રુંજય તીર્થમાં બેડિયારના કુંડના ઉપરના ભાગમાં મોટું જિનાલય બંધાવવાનો નિર્ણય કર્યો. એટલું જ નહિ, એનું પણ શરૂ કરાવી દીધું. સં. ૧૮૩૭માં જિનાલય તૈયાર થઈ ગયું. (૩) શ્રી શત્રુંજય તીર્થને યાત્રાસંધ
સં. પ્રેમચંદ મોદીએ સં. ૧૮૩૭ના પિ૦ સુ. ૨ ના રોજ સુરતથી શ્રી શત્રુંજય તીર્થનો જલ–સ્થલમાર્ગના નાનકડા યાત્રા સંઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org