________________
સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ
[૯૧ આ સંઘમાં અંચલગચ્છના ભટ્ટા) શ્રી ઉદયસાગરસૂરિ, અને મહોત્ર શ્રી ખુશાલવિજય ગણના શિષ્ય પં. ઉત્તમવિજય ગણ વગેરે સાથે હતા.
તપાગચ્છના ભટ્ટા શ્રી વિજય જિનેન્દ્રસૂરિ સંઘપતિની વિનંતી આવતાં ભટ્ટા. શ્રી વિજયજિનેન્દ્રસૂરિ, મહ૦ શ્રી ખુશીલ વિજય ગણી વગેરે સં. ૧૮૪૨માં સિરોહીમાં ચાતુર્માસ રહ્યા. તેઓએ ત્યાંથી પાલિતાણું આવવા માટે વિહાર કર્યો.
તેઓ રેહાઈ દેશ, બ્રાહ્મણવાડા તીર્થ, રાજા નદિવને ભરાવેલ જીવિતસ્વામીનું નાદિયા તીર્થ, લેટાણામાં શ્રી આદિનાથ; વસંતગઢમાં ભગ. શ્રી શાંતિનાથ, હમીરપુરને કેટવાળો જિનપ્રાસાદ વગેરેનાં દર્શન કરતાં કરતાં આવી રહ્યા હતા ત્યાં સંઘવી મેદીની. શ્રી શત્રુંજય જલદી પધારવા માટે વિનંતી આવી.
પિતે નવા ભટ્ટારક બન્યા હતા. તપાગચ્છની વિજયશાખાની મર્યાદા મુજબ મગરવાડામાં શ્રી મણિભદ્રજીની યાત્રા કરવી જરૂરી હતી. આથી તેઓ મગરવા શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ વગેરેની યાત્રા કરી સૌરાષ્ટ્રના લીબડી શહેરમાં પધાર્યા.
અહીં તેમને સંઘવી મોદીના મુનિએ શ્રી શત્રુજ્ય જલદી પધારવા ફરી વિનંતી કરી. આથી તેઓ મહાસુદિ ૮ ના રોજ ત્યાંથી વિહાર કરી મહા સુદિ ૧૦ના રોજ પાલિતાણું લલિતા સરોવરના કાંઠે પહોંચ્યા. સંઘપતિએ તેમનો પ્રવેશ મહત્સવ કર્યો.
બીજા જ દિવસે શ્રી શત્રુંજ્ય ઉપર મેંદીની ટ્રકની તેમના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવવાની હતી. એ દિવસે સૌ શ્રી શત્રુંજય ઉપર ગયા. સં. પ્રેમચંદ મેંદી વગેરે ત્રણ ભાઈઓ અને શેઠ બોઘાશાહ ઇદ્રો બન્યા. પ્રેમચંદ મેદીની પત્ની વીજળી અને શેઠ બેઘાશાહની પત્ની શેઠાણી ગુલાબબાઈ ઇંદ્રાણી બન્યાં. પાલિતાણું શહેરમાં મેટા જિનાલયમાં નિત પૂજા, આંગી, રાત્રિજગે, પ્રભાવના વગેરે ચાલુ હતાં. શ્રી શત્રુંજય તીર્થ ઉપર પણ રોજે રોજને ઉત્સવ ચાલુ હતે.
તપાગચ્છના ભટ્ટા. શ્રી વિજયજિનેન્દ્રસૂરિએ વિ. સં. ૧૮૪૩ ના મહા સુદિ ૧૫ ને સોમવારે શુભ મુહૂર્તમાં સંઘવી પ્રેમચંદ મોદીના જિનપ્રાસાદની ટ્રકનાં બધાં મંદિરોની તથા તેમાં બિરાજમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org