________________
૯૮ ] જૈન પરંપરાને ઇતિહાસ
[પ્રકરણ સુરતનાં જૈન મંદિરે —– ૧. ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર ––
સુરતમાં પ્રાચીન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથન જિનપ્રાસાદ હતો. સંભવ છે કે મંત્રી ગેપીએ અથવા અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરીએ (પિતા ને સુરતને અસ્પૃશ્ય થયે તે કારણે) શ્રી ચિંતામણિ પશ્વનાથ જિનપ્રાસાદ બંધાવ્યું હોય,
ઈતિહાસ કહે છે કે, “સં. ૧૯૯૪માં બાદશાહ શાહજહાંના રાજ્યમાં શાહજાદો ઔરંગઝેબ ગુજરાતને સૂબો બન્યા હતો. તેણે સં. ૧૬૯૪માં અમદાવાદમાં શ્રી. ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનને જિનપ્રાસાદ તેડી તેની મસ્જિદ બનાવી હતી, પરંતુ શેઠ શાંતિદાસ ઝવેરીની વિનંતીથી બાદશાહ શાહજહાંએ તે જિનપ્રાસાદ રાજ્યના ખરચે ફરી બનાવી આપ્યા હતો.”
ઔરંગઝેબના વખતમાં મુસલમાનોએ સુરતને શ્રી. ચિંતામણિ પાર્શ્વનાથ જિનપ્રાસાદ તોડી તેની મસ્જિદ બનાવી હતી, જે સુરતમાં મીરજાસ્વામીનો ચકલો અને વરીયાવ ગેટની વચ્ચે રસ્તામાં જમણી બાજુએ મીરઝાસાંઈની મસ્જિદના નામથી છે.
દંતકથા મળે છે કે, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની જિનપ્રતિમા મસ્જિદ પાસેની ભૂમિમાં હતી. તપાગચ્છની વડી પષાળના એક જૈનને તે પ્રતિમાને ત્યાં હોવાનું સ્વપ્ન આવ્યું. તેણે તે સ્વપ્ન એક યતિવરને જણાવી તે પ્રતિમાને બહાર કાઢી. ત્યાં જ મોટો જિનપ્રાસાદ બંધાવવાનું નકકી કર્યું. યતિરે તે શેઠને બે વીસાયંત્રો, ૧ સેપારી, ૮ કડી તથા ૧ મંતરેલી ધનની કથળી આપી. શેઠે તે કથળીમાંથી ધન કાઢીને ૭૨ દેવકુલિકાવાળે જિનપ્રસાદ બંધાવ્યો, તેમાં વિવિધ કોરી કરી નેરી રંગે પુરાવ્યા, પણ એક દિવસે તેણે તે કોથળી ભૂલથી ઊંધી કરી ઝાટકી નાખી, એટલે તે કેથળી ખાલી થઈ ગઈ. તે કદી ભરાઈ નહીં. તે પછી તેમાંથી કંઈ ધન મળ્યું નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org