________________
૬૦] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ રથાપત્યનાં આલેખનો છે. આથી આ સ્થાન જન ઉપાશ્રય હોવાનું નકકી થાય છે.
સામાન્ય જનતા આ સ્થાનને હિંદુઓની ધર્મશાળાના નામથી ઓળખે છે. અહી શેઠ થાનમલજીની માતા ચંપાબહેને તપ દ્વારા બાદશાહ ઉપર સારી અસર ઉપજાવી હતી.
આ૦ શ્રી વિજયહીરસૂરિએ સં. ૧૬૩લ્માં બાદશાહને ધર્મોપદેશ આપ્યો હતો. ધર્મોપદેશથી પ્રભાવિત થયેલા બાદશાહે તેમને સં. ૧૬૪૦માં ફત્તેપુરમાં “જગદગુરુ'નું બિરુદ આપ્યું હતું અને પોતાને સમગ્ર રાજ્યમાં અમારિપટ વગડાવ્યો હતો.
(હીરસૌભાગ્ય સર્ગઃ ૧૪, ૦ ૨૦૫.) તે પછી જગદ્ગુરુએ સં. ૧૬૪૦માં ફતેપુરમાં શેઠ થાનમલના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી હતી અને સં. ૧૬૪૦નું ચાતુર્માસ પણ ત્યાં જ કર્યું.
આજે અહીં એકે જૈનનું ઘર નથી. જૈન મંદિર પણ નથી. માત્ર બાદશાહી મહેલ ભૂતકાળની ગૌરવગાથા ગાતો ટેકરી ઉપર ઊભે છે.
ઉદયપુર- રાણા ઉદયસિંહે સં.૧૯૨૫માં ઉદયપુર વસાવ્યું.
માલપુરા– રાજા માલદેવે સં. ૧૯૧૬ અથવા સં. ૧૬૧૯માં માલપુરા વસાવ્યું હતું.
બીજા ઉલ્લેખ મુજબ માલખાને માલપુરા વસાવ્યું. વસ્તુતઃ માલખાને એને વિશેષ આબાદ બનાવ્યું હોય એવો વિશેષ સંભવ છે કેમ કે માલખાને એને વસાવ્યું હોત તો માલખાનાબાદ કે એવું બીજું મુસલમાની નામ રાખ્યું હોત, પણ હિંદુ રાજાએ વસાવેલું હોવાથી માલપુરા નામ છે.
જૈન મુનિઓના પાદુકાઓમાં એનું બીજું નામ દ્રવ્યપુરનગર જણાવેલું છે.
બાદશાહ જહાંગીરે સં. ૧૯૭૨માં ૫૦ શ્રી સિદ્ધિચંદ્ર ગણીને ઘરબારી બનાવવા બળજબરીથી હુકમ કર્યો હતો. ત્યારે પં. શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org