________________
જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ મંદિર બંધાવ્યું તથા પુલ બંધાવ્યો. મંત્રી કીકરાજને રેણુ નામે ભાર્યા હતી. તેનાથી (૧) ગોપીનાથ અને (૨) મુકુંદ એમ બે પુત્રો હતા. ગોપીનાથનું બીજું નામ ગોપીશ્વર પણ મળે છે. તેને (૧) નાગલા અને (૨) ગોરી નામે બે પનીઓ હતી. ગોપી મંત્રી હતો. સંગીતકલામાં બહુ નિષ્ણાત હતો. તેણે વિષ્ણુ, શંકર, સૂર્ય, પાર્વતી અને લક્ષ્મી માટે સિંહાસન બનાવ્યાં હતાં, તેણે દુકાળમાં જનતાને અનાજ વગેરે દાન આપ્યું અને સૌનું દુઃખ દૂર કર્યું.
આ વર્ણનમાં બાદશાહ મહમ્મદનું નામ પણ મળે છે. ( – કેશરીચંદ હીરાચંદ ઝવેરી સંગૃહીત “સૂર્યપુરને સુર્વણયુગ” પુસ્તકના આધારે) તારવણી –
આપણે ઉપર્યુક્ત ઉલ્લેખને સમવય સાધતાં વિચારીએ તો આ પ્રકારે તારવણી થાય—
મંત્રી રામજી વડનગરને હતે. તે ઓશવાલ કે બ્રાહ્મણ નહીં પણ નાગર વાણિયો હતે. મંત્રી રામજીએ સૂરત નહીં પણ રામનગર–રાનેર વસાવ્યું હોય અને સાથોસાથે સૂર્યપુરમંદિર પણ બંધાવ્યું હોય. પોતાની નમ્રતા અને સૂર્યની મહત્તા બતાવવા એ મંદિરને રામનગર ન બતાવતાં સૂર્યપુરના નામથી ઓળખાવતો હોય. તે પછી તેના વંશજ કીકરાજે ત્યાં પુલ અને નીલકંઠનું મંદિર બનાવ્યાં હેય.
કીકરાજને પુત્ર ગેપી નિર્ધન બની ગયું હશે. તે સંગીતનિષ્ણાત અને ઈમાનદાર હશે તેથી જ શાહજાદાની ગાયિકા સૂરજે પિતાની મૂડી તેને ત્યાં મૂકી હશે અને સંગીતથી તેણે કરેલા સત્કાર સન્માન અને ભક્તિથી ખુશ થઈ ગાયિકાએ પિતાની બધી મિલકત તેને આપી દીધી હોય અને ધન મળતાં ધનિક બની ગયો હોય. તેને પોતાની ધનદાત્રીનું નામ અમર કરવા ભાવના થાય એ સ્વાભાવિક છે.
શાહજાદાની વેશ્યાનું નામ પણ સૂરજ હતું. મંત્રી ગોપીએ શાહજાદાની વેશ્યા અને પોતાની ધનદાત્રી સૂરજને અમર કરવા સૂરતને વિકાસ કર્યો હોય, સૂરતને જળમાર્ગ અને સ્થળમાર્ગનું વેપારી કેન્દ્ર બનાવ્યું હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org