________________
સત્તાવન) ભટ્ટાર વિજયદાનસરિ
[૭૫ જ્ઞાનરત્ન ગણી, શીઘ્રકવિ ઉદયરત્ન ગણી ઠા. ૭ આ સંઘમાં સાથે હતા.
પં. ઉદયરત્ન ગણીએ સં. ૧૭૭૦ના.....વદિ ૭ ને ગુરુવારે શ્રી સિદ્ધાચલમંડન ભગઋષભદેવ સ્તવન (ઢાળ – ૭) બનાવ્યું છે, તેમાં તેમણે એથી ઢાળમાં પોપટ, વાદળી, વરસાદ, માળી અને સંઘપતિને ઉદ્દેશીને આલંકારિક વર્ણન કર્યું છે. તેમાં તેઓશ્રી શત્રુંજયની યાત્રા કરવા પોપટની પાંખ માગે છે. વૈશાખ–જેડની વાદળીને સંઘ ઉપર છાયા નાખવા વીનવે છે. પવનને વાદળી લાવવા વિનંતી કરે છે. વરસાદને ઝીણી ઝીણી બુંદ છાંટવા પ્રાર્થના કરે છે. આઠ માળીને વિવિધ જાતિનાં પુષ્પો લાવવા પ્રેરણું કરે છે. - સંઘપતિ પ્રેમજી પારેખ અને કપૂરચંદ ભણશાળીને સંઘના ટૂંકા ટૂંકા પડાવ નાખવા વિનંતી કરે છે ને ભગવ શ્રી આદિનાથ દાદાને દર્શન દેવા વીનવે છે.
(જનયુગ, વર્ષ : ૩, પૃ. ૩૪૯ થી ૩૫૧) (૫) અધ્યાત્મયોગી ૫૦ દેવચંદ્રજી ગણીના શિષ્ય પં૦ મતિરત્ન ગણી–તેમણે સં. ૧૮૦૪માં પોતાની શ્રી સિદ્ધાચલ તીર્થમાલામાં આ સંઘનું વર્ણન કર્યું છે.
સં૦ પ્રેમજી પારેખના આ સંઘમાં આચાર્યો, પંન્યાસે, મુનિવરો, સાધ્વીઓ, શ્રાવક, શ્રાવિકાઓ મોટી સંખ્યામાં સાથે હતાં. અમદાવાદ, પાટણ, ખંભાત વગેરે સ્થળાના નાના-નાના સંઘ આવી સાથે ભળ્યા હતા. તેનું વિગતવાર વર્ણન કંઈક આ પ્રકારે છે–
વિ. સં. ૧૭૭૦માં દિલ્હીમાં બાદશાહ ફરુખશેઅર (સં. ૧૭૬૯ મહા વ૦ ૧૦ થી સં. ૧૭૭૫ ફા૦ સુ૦ ૯) હતો, ત્યારે અમદાવાદને કપૂરચંદ ભણશાળી ઓશવાલ જૈન તેમને માનીતે શ્રેષ્ઠી હતી. સૂબાઓ પણ તેમને માન આપતા હતા. એ સમયે ગુજરાતમાં ભણશાળીને મધ્યાહૂન તપતો હતો – તેને ભારે પ્રભાવ
હતો.
સં. પ્રેમજી પારેખે તેમની મદદ માગી હતી અને તેમની સહાયથી સં. ૧૭૭૦ના ચૈત્ર સુ. ૧૦ ના રોજ તેમણે સુરતથી સંઘ કાઢ્યો હતે. તે સંઘ ભરૂચ, સેજીત્રાના રસ્તે થઈ ધોળકા આવ્યો ત્યારે અહીં નાના ત્રણ સંઘે આવી તેમાં ભળ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org