________________
૮૨] જેન પરંપરાનો ઈતિહાસ
[પ્રકરણ કપૂરચંદ ભણશાલી પોતે જે પગારદાર પાસવાને રાખતો હતો તે બધા શસ્ત્રધારી હતા. ભંડારી કાઈને અન્યાય થતાં ગુનેગારને જેલમાં પૂરે તો આ પાસવાને તેને બળજબરીથી છોડાવી દેતા હતા. આથી ભંડારીએ ગુસ્સે થઈ સં. ૧૭૭૬–૭૭માં ભણશાલીનું હિચકારું ખૂન કરાવ્યું.
(– મુંબઈ ગેઝેટિયરના પૃ. ૨૯૮માં અંગ્રેજીમાં ગુજરાતનો ઇતિહાસ, નર્મદાશંકરે પિતાના “ગુજરાત સર્વસંગ્રહ' પૃ. ૩૨માં તે અંગ્રેજીનું કરેલું ભાષાંતર; “સૂર્યપુરને સુવર્ણયુગ-પ્રસ્તાવના” પૃ.
૭૧ થી ૭૩) કપૂરચંદ ભણશાલીનું ખૂન થવાથી તેના વંશજે સુરત જઈ વસ્યા. થોડાં વર્ષો પહેલાં સુરતમાં શા માણેકચંદ રૂપચંદ ભણશાલીની પેઢી પ્રસિદ્ધ હતી. તેના ઘરની આસપાસ વિભાગ આજે પણ ભણશાલીને મહોલ્લો કહેવાય છે. ભણશાલી વંશના એક ભાઈએ “ગુજરાત સમાચાર” અને “દાંડિયા” નામનાં સમાચારપત્રે કાડ્યાં હતાં, જે ખૂબ લોકપ્રિય હતાં. ૨ સંધપર કચરા કીક –
એ શારવજી શ્રીમાલીના વંશનો હતો. તેને બે ભાઈએ હતા. એ ત્રણે ભાઈઓ પાટણથી સુરતમાં આવી વસ્યા. તેણે બે તીર્થ સંઘ કાઢ્યા હતા. (૧) શ્રી સમેતશિખર મહાતીર્થન સંઘ સં. ૧૭૯૪ અને (૨) શ્રી શત્રુંજય મહાતીર્થને સંઘ સં. ૧૮૦૪.
(૧) સંઘવી કચરા કીકા પટણીએ અધ્યાત્મયોગી શ્રી. દેવચંદ્રજી મહારાજના ઉપદેશથી સં. ૧૭૯૪માં શ્રી “સંમેતશિખર મહાતીર્થન યાત્રાસંઘ” કાઢયો હતો. તેમાં સાધુ-સાધ્વી સાથે નહોતાં. માત્ર શ્રાવક અને શ્રાવિકાઓ જ હતાં. શ્રી. દેવચંદજી મહારાજે પિતાની પાસે ભણતા અમદાવાદના શા. લાલચંદના પુત્ર પૂંજાશાહ વિદ્યાથીને ધર્મક્રિયા કરાવવા માટે આ સંઘમાં સાથે મોકલ્યો હતો. સંઘ સુરતથી વહાણમાં નીકળી કલીકેટ ( કલકત્તા ) પહોંચ્યા. ત્યાં ભગ૦ શ્રી પાર્શ્વનાથની સેવા-પૂજા કરી.
ત્યાંથી નીકળી મસુદાબાદ થઈ મધુવન (શિખરજી) પહોંચ્યો. તે સમયે ત્યાં પાલગંજ રાજાએ જોહુકમીથી સંઘને યાત્રા કરવા મનાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org