________________
સત્તાવન] ભટ્ટારિક વિદાનસૂરિ
[૮૫ (૩) સંઘપતિ તારાચંદ ––
તયાગચ્છના સંવેગી ગીતાર્થ મુનિરાજ પં. ઉત્તમવિજ્યજી ગણ અને પં. પદ્મવિજયજી ગણીએ સં. ૧૮૦૫થી ૧૮૧૦ સુધી સુરતમાં રહીને ચતિવર શ્રી સુવિધિ વિજયજી પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. તેને ખરચ સં૦ તારાચંદે આપ્યો હતો. સં૧૮૧૩–૧૪માં તેમની પાસે ઉપધાન વહન કર્યા હતાં અને માલારોપણને મેટો ઉત્સવ ઊજવ્યો હતો. સં૦ તારાચંદે બે છરી પાળતા યાત્રાસંઘે કાઢ્યા હતા. (૧) મોરવાડાને ગોડી પાર્શ્વનાથને યાત્રાસંઘ
સં. કચરા કાકાએ સં. ૧૮૦૪માં શ્રી શત્રુંજય મહાતીર્થને યાત્રાસંઘ કાર્યો હતો, એ આપણે ઉપર જોઈ ગયા. હવે તેના પુત્ર સં. તારાચંદે શ્રી ગોડીજી પાર્શ્વનાથને છરી પાળતો યાત્રા સંઘ કાઢવાનો નિર્ધાર કર્યો.
તેણે કાકા ફતેચંદની સંમતિથી શ્રી ગેડી પાર્શ્વનાથના જિનાલયમાં અષ્ટોત્તરી સ્નાત્રપૂજા ભણાવી. સં. ૧૮૨૧ના માગશર સુદિ ૭ ને સેમવારે કાકા ફતેચંદની આજ્ઞા મેળવી સુરતના જૈન સંઘને એકત્ર કરી તેની પાસે ગોડીજીને યાત્રા સંઘ કાઢવાની રજા માગી અને સંઘમાં પધારવા સૌને આમંત્રણ આપ્યું.
સંઘે તેને રજા આપી. સં. તારાચંદે સુરતનાં સમસ્ત જિનાલયમાં અઠ્ઠાઈ મહોત્સવ શરૂ કરાવ્યો અને સં. ૧૮૨૧ના માગશર વદિ ૨ ને ગુરુવારે સુરતથી ગેડી પાર્શ્વનાથની યાત્રા સંઘ કાઢો.
આ સંઘની મુખ્ય દોરવણી આપનાર સંઘપતિનો મહેતો હતો. તે બાલબ્રહ્મચારી દયાળુ જૈન હતો.
તેણે અંચલગરછના ભટ્ટા) શ્રી ઉદયસાગરસૂરિ, તેમના શિષ્ય ઉપાય શ્રી જ્ઞાનસાગર ગણું, તપાગચ્છની સાગરશાખાના ભટ્ટા, શ્રી પુણ્યસાગર ગણી, તપાગચ્છના સંવેગી ગીતાર્થ પં. ખુશાલવિય ગણી, આગમિક ગરછના ભટ્ટા, શ્રી રત્નસૂરિ, તેમના શિષ્ય ૫૦ હેમચંદ્ર ગણી વગેરે યતિવરો-મુનિવરોને સુરતથી આ સંઘમાં સાથે લીધા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org