________________
૮૪] જેન પંરપરાનો ઈતિહાસ
[પ્રકરણ મહા સુદિ ૩ ના દિવસે શ્રી શત્રુંજય તીર્થમાં “તીર્થમાળા” પહેરી હતી.
શ્રી અંચલગચ્છના ભટ્ટા) શ્રી ઉદયસાગર સૂરિ, અધ્યાત્મગી પં. દેવચંદજી ગણી તેમના શિષ્ય મુનિ શ્રી મતિરત્નજી તથા તપાગચ્છના મહોત્ર શ્રી યશોવિજયજી ગણીની યતિપરંપરામાં થયેલા ઉપા૦ શ્રી સુમતિવિજ્યજી વગેરે સંઘ સાથે સુરતથી આવ્યા હતા. અને તપાગચ્છની સંવેગી શાખાના ૫૦ શ્રી સત્યવિજયજી ગણીની પરંપરાના ૫૦ શ્રી જિનવિજયજી ગણીના શિષ્ય ૫૦ શ્રી ઉત્તમવિજયજી ગણી તથા અંચલગચ્છના ભટ્ટા) શ્રી ઉદયસાગરસૂરિના શિષ્ય ત્યાગી, વિરાગી અને તપસ્વી ૫૦ ગવિમલ ગણું વગેરે ભાવનગરથી સંઘ સાથે જોડાયા હતા.
શેઠ કચરા કાકાના પુત્ર (૧) તારાચંદ તથા (૨) રૂપચંદ અને પૌત્રો (૧) બાલચંદ તથા (૨) મીઠાચંદ વગેરે સંઘમાં સાથે હતા.
આ સંઘ પાલિતાણું પહોંચ્યો ત્યારે ખંભાત, ઘોઘા, ભાવનગર, પાટણ, વેરાવલ તેમ જ દક્ષિણ તરફનાં ઘણાં શહેર-ગામેના યાત્રાસંઘે અહીં આવી મળ્યા હતા.
ભટ્ટા) શ્રી ઉદયસાગરજીએ સં. ૧૮૦૬ના પોષ સુદિ ૧૫ને સેમવારે શ્રી શત્રુંજયતીર્થમાં “સ્નાત્રપંચાશિકા રચી. પં. શ્રી દેવચંદ્ર ગણુએ શ્રી “સિદ્ધાચલનું સ્તવન” રચ્યું અને તેમના શિષ્ય શ્રી મતિરત્નજીએ શ્રી “સિદ્ધાચલતીર્થને રાસ રચ્યો.
સં. કચરા કીકાએ સં. ૧૮૧૦ના મહા સુદિ ૧૩ને મંગળવાર (શનિવાર)ના રોજ પં. શ્રી દેવચંદ્રજી ગણીના ઉપદેશથી શ્રી શત્રુંજયતીર્થ ઉપર ૬૦૦૦ છ હજાર રૂપિયા ખરચીને ભગ0 શ્રી સુમતિનાથ વગેરે જિન પ્રતિમાઓને પ્રતિષ્ઠા ઉત્સવ કરાવ્યો અને તેમાં સાથેના સર્વ આચાર્યભગવંતના હાથે વિવિધ જિનપ્રતિમાએની પ્રતિષ્ઠા કરાવી.
તારાચંદ સં૦ કચરા કાકાનો પુત્ર હતો. તારાચંદને ધરમચંદ નામે પુત્ર હતા. ફતેચંદ નામે કાકા હતા અને ફતેચંદને ઝવેરચંદ નામે પુત્ર હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org