________________
સત્તાવન ! ભટ્ટારક વિજયદાનસૂરિ
[ ૮૩ કરી; પરંતુ તે જ રાત્રે મિયાદેવે ખુશાલચંદનું રૂપ બનાવી પૂજા શાહને સ્વપ્નમાં દર્શન દીધાં. તેણે પૂજાશાહના મુખથી યાત્રાના અંતરાયની વાત જાણી. પૂજાશાહને સાથે લઈ શ્રી નંદીશ્વર તીર્થ તરફ ભગ0 શ્રી સીમંધર સ્વામીનું સમવસરણ વગેરે યાત્રાઓ કરાવી ને સાથોસાથ શ્રી સમેતશિખર મહાતીર્થની યાત્રા ખુલ્લી મુકાવી. સંઘને યાત્રા કરવાની અનુકૂળતા કરી આપી.
પછી સંઘ શિખરજી મહાતીર્થથી નીકળી રાજગૃહી, ચંપાપુરી, બ્રાહ્મણકુંડ, ક્ષત્રિયકુંડ, પાવાપુરી, મથુરા, આગરા વગેરે તીર્થોની યાત્રા કરી ગુજરાતના પાટણ થઈ સુરત આવ્યા.
પૂજશાહ આ યાત્રા કરી પૂજ્ય શ્રી દેવચંદજી મહારાજની આજ્ઞા લઈ સુરતથી અમદાવાદ આવ્યા, તેણે સં. ૧૭૯૬ના વૈ૦ સુ. ૬ ના રોજ અમદાવાદમાં પરમ સંવેગી શ્રી સત્યવિજયજી ગણીની પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ગુરુજીએ તેનું નામ ઉત્તમવિજય રાખ્યું. ભણીગણીને તેઓ પંન્યાસ પદવીધારી બન્યા. સં. ૧૮૨૭ના મહા સુદિ ૮ ના રોજ અમદાવાદમાં તેઓ કાળધર્મ પામ્યા. તેમના શિષ્ય ઉપાઠ પદ્મવિજય ગણીએ સં. ૧૮૨૮માં
પં. ઉત્તમવિજય ગણરાસ” રચ્યો છે, તેમાંથી એમના જીવનની ઝાંખી મળે છે.
( – પૃ૦ ૪૩ ) (૨) સં- કચરા કીકાએ સં. ૧૮૦૪ના કાસુ. ૧૩ને મંગળવારના રોજ સુરતથી શત્રુંજયની યાત્રા કરવા માટે જલ-સ્થળ માગનો યાત્રાસંઘ કાઢ્યો હતો. શારૂપચંદ કચરા પણ આ સંઘમાં ભાગીદાર બન્યા હતા. સંઘ સુરતથી નીકળી વહાણ દ્વારા ડુમસ થઈ ભાવનગર આવ્યો. ભાવનગરથી કાટ વ૦ ૧૩ના રોજ નીકળી પગરસ્તે વરતેજ, કનાડ, તથા ગારિયાધારના રસ્તે થઈ પાલિતાણું પહોંચ્યો. સંઘે લલિતા સરોવરના કાંઠે પડાવ નાખ્યો.
સં૦ કચરા કાકા તથા સંવે રૂપચંદ કચરા એ બંને સંઘપતિઓએ ૧. આ સદીમાં ઘણા ખુશાલચંદ થયા છે. (૧) સુરતના સંધપતિ કપૂરચંદ પુત્ર, (૨) જગત શેઠ ખુશાલચંદ રવ. સં. ૧૮૪૦, (૩) નગરશેઠ ખુશાલચંદ સ્વ. સં. ૧૮૦૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org