________________
સતાવન ] ભદારક વિજયદાનસૂરિ
[૭૯ કપૂરચંદ ભણશાળીએ જેઠ સુદિ આઠમના રોજ સંઘને અહીંથી નીકળી જવાની ગોઠવણ કરી પણ વેપારી અને બારોટએ આવી ભણશાલીને સમજાવ્યા કે સંઘપતિ માળા પહેરે નહીં ત્યાં સુધી જવાય નહીં. માટે એક દિવસ રહી જાઓ. મામલે સુધરી જશે. માળા પહેરીને જજે.
ભણશાળીએ કરડાકીમાં રોકડું પરખાવી દીધું. –“અમે માન્યા તે દેવ નહીં તો પાષાણ.” (- કડી ઃ ૧૩૨)
આઠમે મામલો કંઈ સુધર્યો નહીં. સંઘે તેમની સવારે પ્રયાણ કર્યું. ઠાકોરે લલિતા સરવરના કિનારે પોતાના ભાયત, ઠાકરડાઓ, કેળીઓ વગેરેને બોલાવી આડા ઊભા રાખ્યા અને સંઘને રોકી રાખવા સામસામી મારામારી ચાલી. ઠાકરના માણસેએ સંઘ ઉપર ભાલાં, તીર, પથ્થરગોળા વગેરે ફેંકયા.
સંઘના રક્ષકોએ વળતાં તેમની ઉપર બંદૂકની ગોળીઓ છોડી. આ મારામારીમાં ઠાપૃથ્વીસિંહનો ભાઈ અને બીજા વીશ માણસો મરાયા. નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશના શેઠ હીરજી ઝવેરીએ વચમાં પડી સંઘના રક્ષકોને ભગ0 શ્રી આદીશ્વરની આણ આપી આ મારામારીથી રોક્યા અને મામલો શાંત પડ્યો. - શેઠ હીરજી ઝવેરીને થયું કે સંઘને અપયશ મળશે, માટે માંડવાલ કરી કામ લેવું ઠીક છે. તેમણે સંઘવી પાસેથી ઠાકરને સંતોષ થાય તેટલી રકમ અપાવી મામલે સુધારી લીધો.
પછી જેઠ સુદિ ૧૦ ના રોજ સંઘવી અને તેમની બે પત્નીએ આ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિના હાથે તીર્થ ઉપર સંઘમાળા પહેરી. તે પ્રસંગે તેઓએ તથા યાત્રાળુઓએ વ્રત-પચ્ચખાણ સ્વીકાર્યા.
સંઘપતિની શરૂઆતથી જ ભાવના હતી કે શ્રી શત્રુંજય અને શ્રી ગિરનારની યાત્રા કર્યા પછી સંઘને પાછા સુરત લાવો; પરંતુ કાઠીઓનું તોફાન અને મુંડકાની રકઝકમાં ઘણા દિવસો પસાર થઈ ગયા તેથી સૌના મન ઉદાસ બની ગયાં હતાં અને સૌ જલદી પાછા જવા માટે ઉતાવળા થઈ ગયા હતા. વળી માસું નજીક આવતું હતું. આથી સંઘે અહીંથી પાછા વળી જવાનો નિર્ણય કર્યો.
સંઘે પાલિતાણાથી નીકળી મેટાં મોટાં મુકામેએ પડાવ નાખ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org