________________
સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ
[૬૩ ગુરુ પ્રતિમા છે. સં. ૧૪૮૬ની આ૦ શ્રી જિનકુશલસૂરિની પ્રતિમા પણ છે તથા સં. ૧૬૮૪ના વિ૦ વ૦ ૭ને ગુરુવારે સ્થાપન કરેલી વિજયગચ્છના ભટ્ટા, શ્રી જ્ઞાનસાગરસૂરિની કે તેમના શિષ્યની ચરણપાદુકા છે.
મંદિરની નીચે ઊતરતાં નિસરણીની સામે માણિભદ્રનું સ્થાન છે. મંદિરની પાસે જનધર્મશાળા છે. ધર્મશાળાની બહાર મંદિરના નીચેના ભાગમાં સડક ઉપર ભરુજીની દેરી છે.
જયપુરના નામ ગુલાબચંદજી ઢઢ્ઢાની માતા શેઠાણી રાજકુંવરબાઈએ સં. ૧૯૬૨ના કા. સુ૫ ના રોજ આ મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો તથા ગાદી બનાવી હતી અને પૂ. આત્મારામજી મહારાજની પ્રતિમા પધરાવી હતી.
શાસનદેવીની મૂર્તિ– સં. ૧૯૬૭ની આ૦ શ્રી જિનકુશળસૂરિની તથા સં.૧૫૧ની શ્રી. રૂઘનાથસાગરજી આદિની ચરણપાદુકાઓ છે. તેમ જ શાસનદેવીની મૂર્તિ પણ છે.
મંદિરમાં વિવિધ ગચ્છના આચાર્યોએ પ્રતિષ્ઠિત કરેલી ધાતુપ્રતિમાઓ ઘણી છે.
(૩) તપગચ્છના યતિઓનું સમાધિસ્થાન-માલપુરા ગામની બહાર એક વિશાળ મેદાનમાં આ રથાન આવેલું છે. તેમાં જગદગુરુ આ૦ શ્રી હીરવિજયસૂરિની ચરણપાદુકા સ્થાપન કરી દેરી બનાવી હતી. તે પછી તપગચ્છના શ્રી વિજયદેવસૂરિસંઘની સાગરશાખાના ગીતાર્થોની ચરણપાદુકાઓ સ્થાપન કરવામાં આવી છે. એટલે ત્યાંના જેને આ સ્થાનને “તપગચ્છની દાદાવાડીના નામથી ઓળખે છે. તેમાં આવેલાં સ્થાને આ પ્રકારે છે.–
૧. જગદગુરુ આ૦ વિજ્યહીરસૂરિની ચરણપાદુકા – તે એક મોટી દેરીમાં સ્થાપન કરેલી છે પણ આજે આ સ્થાન “દાદુપંથીઓના કબજામાં છે.
૨. ચરણપાદુકા પટ–આમાં (૧) પં. શ્રી સુવિધિસાગર પાદુકા, (૨) પં. શ્રી જિનરંગસાગર પાદુકા, (૩) લેખ, (૪) શ્રી આદિનાથ પાદુકા, (૫) પં. શ્રી પ્રતાપસાગર પાદુકા, (૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org