________________
૨]
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ સુમતિનાથને જિનપ્રાસાદ, (૨) વિજયગચ્છને ભગત શ્રી આદીશ્વરને જિનપ્રાસાદ.
(૧) ભગ0 શ્રી સુમતિનાથ જિનપ્રાસાદ– આમાં ચાવીશ દેરીઓ છે. તે ખાલી છે પણ તેમાં બિરાજમાન કરવાની ચેવશ જિનપ્રતિમાઓ મૂળ ગભારામાં વિરાજિત છે. - આ પ્રતિમાઓ ઉપર ભટ્ટા, શ્રી વિજયસેમસૂરિ વગેરે જનાચાર્યોના લેખે ઉકીર્ણ છે. મંદિરમાં વિવિધ ગચ્છના આચાર્યોએ પ્રતિષ્ઠિત કરેલી ધાતુની પંચતીથી પ્રતિમાઓ ઘણી છે. તેમાં કેટલાક પ્રતિમાલેખમાં આ પ્રકારે ઐતિહાસિક વિશેષતા જાણવા મળે છે –
(૧) મલવાદી ગચ્છના આચાર્ય પ્રતિષ્ઠિત ભગ0 શ્રી પાર્શ્વનાથ ની બે પ્રતિમાઓ.
(૨) કિસનગઢના પોરવાડ સેમકે તપાગચ્છીય આઇ શ્રી હેમવિમલસૂરિ (સં. ૧૫૪૮–૧૫૮૩) દ્વારા પ્રતિષ્ઠિત કરેલ ભગશ્રી ધર્મનાથની પ્રતિમા
(૩) ડીસાના શ્રાવકે ભરાવેલ અને તપાગચ્છના આ૦ શ્રી જયચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરેલી ભગવ શ્રી શાંતિનાથની પ્રતિમા
(૪) ડીડીલાવાલા પોરવાડ વ્યવ, દેદાઓ ભરાવેલ સં. ૧૪૯૩ ના વૈ૦ સુત્ર ૯ ના રોજ પ્રતિષ્ઠિત શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા.
આ મંદિરમાં એક સ્તૂપ ઉપર પાદુકાપટ્ટ છે, જેના ઉપર અર્ધા ભાગમાં છ જિનપાદુકાઓ છે. અને નીચેના અધ ભાગમાં આઠ માંગલિકે છે; જેની સં. ૧૬૯૫ના વૈ૦ સુ. ૧૫ને રવિવારે પુષ્યનક્ષત્રમાં પં. શ્રી તેજસાગર ગણીએ પ્રતિષ્ઠા કરેલી છે.
આ મંદિરમાં પાયચંદગચ્છના મુનિ સુખાનંદની પણ ચરણ
પાદુકા છે.
(૨) ભગ આદિનાથનો જિનપ્રાસાદ– આ મંદિર “છોટામંદિર” અથવા “વિજયગચ્છનું મંદિર એ નામથી ઓળખાય છે. મંદિરમાં પાંચ જિનપ્રતિમાઓ છે. તેના ઉપરના લેખે વંચાતા નથી.
આ મંદિરમાં ખરતરગચ્છીય ભટ્ટા, શ્રી જિનસાગરસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી સં. ૧૪ ૪૪ના મહા સુપના આ૦ શ્રી જિનદત્તસૂરિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org