________________
[ પર
સત્તાવન ]
ભટ્ટારક વિજયદાનસૂરિ (૧૦) શ્રી નેમિનાથનું મંદિર. (૧૧) શ્રી વાસુપૂજ્ય સ્વામીનું મંદિર (૧૨) શ્રી મહાવીરસ્વામીનું મંદિર
(૧૩) બેલનગંજમાં શ્રી સુપાર્શ્વનાથ ભવનું મંદિર છે. આ મંદિર શ્રી. લક્ષમીચંદ વેદ બંધાવ્યું છે.
(૧૪) શાહગંજમાં શેઠ હીરાચંદ નીલચંદના બાગમાં “શેઠજીકા મંદિર”થી ઓળખાતું મંદિર છે, જેમાં ભેંયરામાં મૂળનાયક તરીકે ભગવ શ્રી. પાર્શ્વનાથની પ્રતિમા છે.
વળી, એ જ ભોંયરામાં શ્રી માણિભદ્ર યાઁદ્રની ચમત્કારી પ્રતિમા છે.
બાગમાં શ્રી. હીરવિજયસૂરિને સ્તૂપ તથા જગદગુરુની ચરણપાદુકાવાળી દેરી છે, તેથી જેનો આ સ્થાનને “શ્રી જગદ્ગુરુની દાદાવાડી” નામથી ઓળખે છે.
બાગની બહાર દેરીમાં આ જિનદત્તસૂરિની પાદુકા છે. ફતેપુર સિક્રી –
આગરાથી દક્ષિણમાં ૧૯ માઈલ દૂર ફત્તેપુર નામે ગામ છે. ફત્તેપુર અને સિકરી બંને જોડિયાં ગામ છે, વચ્ચે એક નાની પહાડી છે. તેની ઉપર બાદશાહ અકબરે પોતાના ધર્મગુરુનું સ્થાન બનાવ્યું હતું. તથા શિખર ઉપર કિલ્લામાં રાજમહેલ બનાવ્યો હતો. ત્યાં બાદશાહ વધુ રહેતો હતો. બંને તરફથી કિકલા ઉપર આવવાના માર્ગો છે. રાજમહેલમાં વચ્ચે બાદશાહની કચેરી છે. ચારે બાજુએ સૌને રહેવાના કમરાઓ છે. બધા કમરાઓને જુદા જુદા રસ્તાઓથી કચેરી સાથે જોડી દીધા છે.
કિલ્લામાં એક ખૂણે આ. શ્રી વિજયહીરસૂરિન ઉપાશ્રય છે. તેમાં સિકરી તરફનો ભાગ ખુલ્લો છે. ઉપાશ્રયમાં ગ્રંથે રાખવાનાં ભંડક્યિાં છે. ઉપાશ્રયના એક સ્તંભ ઉપર છ વેશ્યાનું ચિત્ર કંડારેલું છે. વળી, માંગલિક સાથિયા, છ લેશ્યા, મધુબિંદુ વૃક્ષ વગેરે જિન
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org