________________
સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ
[ ૪૧ ૦ બ્રહ્માણગચ્છના ભટ્ટાગુણસાગરસૂરિ અને પં. નયકુંજર ગણી સં. ૧૬૧૦ના ફાવ૫ ને શુક્રવારે મોહન ગામમાં હતા.
( – શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા. ર, પ્ર. નં. ૪૦૮ ) 0 પિપલક ગછના આ ધર્મસાગરસૂરિ રાજમાન્ય હતા. તેમની પાટે આ૦ ધર્મવલ્લભસૂરિ થયા.
૦ પુનમિયા ગચ્છમાં આ૦ મુનિચંદ્રના પટ્ટધર આ૦ વિદ્યારતન, આ૦ વિનયચંદ્રસૂરિ સં. ૧૫૯૮માં હતા.
( – પ્રક. ૪૦, પૃ. ૫૦૩) ૦ ખરતર ગરછના પપમા આ૦ જિનમાણિજ્યસૂરિ સં. ૧૬૧૨ ના અ૦ સુત્ર ૫ ના રોજ થલી પ્રદેશમાં રવર્ગે ગયા.
તેમણે પોતાના શિષ્યોને ક્રિોદ્ધાર માટે તૈયાર કર્યા. તેમના પરિવારના ઉપાસાધુરંગગણીએ સં. ૧૨૯૯માં “સૂયગડાંગસુત્તદીપિકા' (ચં. ૧૩૪૧૬) રચી,
તથા ઉપા. રત્નાકરગણીએ સં. ૧૬૧૦ ના શ્રાવના દિવસે “જીવવિચાર ”ની પ્રાકૃતવૃત્તિના આધારે સંસ્કૃત ટીકા રચી.
ખરતર ગરછના પદમા પટ્ટધર આ૦ જિનચંદ્રસૂરિ સં. ૧૬૧૨ ના ભાવ સુ૦ ૯ ના રોજ જેસલમેરમાં આચાર્ય થયા.
તેમણે તથા ઉપાતિલકગણ વગેરેએ સં. ૧૬૧૩ના ચ૦ સુ ૭ ના રોજ ક્રિોદ્ધાર કર્યો.
(– પ્રક. ૪૦, પૃ. ૪૮ ૦, ૪૮૧) ૦ અંચલગચ્છના પદમાં આ૦ ગુણનિધાનસૂરિ સં. ૧૬૦૨માં અમદાવાદમાં સ્વર્ગે ગયા.
તેમના પટ્ટધર પ૭મ ધર્મમૂર્તિસૂરિ સં. ૧૬૦૨માં અમદાવાદમાં આચાર્ય થયા.
તેમણે સંમેતશિખર તીર્થની ત્રણ વાર યાત્રા કરી. તેમણે સં. ૧૬૧૭માં આ૦ મેરૂતુંગસૂરિએ રચેલી અંચલગચ્છની પટ્ટાવલીમાં વધારાનો ઈતિહાસ જે “અનુપૂતિ કરી.
( – પ્રક૭ ૪૦, પૃ. ૫૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org