________________
૫૪] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ આ અરસામાં તથા તે પહેલાં ઘણાં નવાં નગર વસ્યાં તેની વિગત આ પ્રમાણે છે –
સમી– સં. ૧૫૧૫માં સમી ગામ વસ્યું.
મેડતા– . ૧૫૫૭–૧૫૬ કે ૧૫૯માં રાવ લિંદે મેડતા ફરી વસાવ્યું.
કિસનગઢ– (૧૫) રાવ માલદેવજી, (૧૮) રાવ ઉદેસિંહજી, (૧૯) રાવ કિસનસિંહ થયા.
રાજા કિસનસિંહ રાઠોડે સં. ૧૯૬૯માં કિસનગઢ વસાવ્યું. કિસનસુઢમાં સં. ૧૭૦૦ લગભગમાં રૂપસિંહ રાઠેડ રાજા હતો.
તેને રાયચંદ નામે જન મહામાત્ય હતું. તપાગચ્છના આ૦ શ્રી વિજયસિંહસૂરિએ સં. ૧૭૦૧માં મંત્રી રાયચંદની વિનંતીથી કિસનગઢમાં ચાતુર્માસ કર્યું.
મંત્રી રાયચંદે તેમના ઉપદેશથી એક મોટું જિનાલય બંધાવ્યું. આ. શ્રી વિજયસિંહસૂરિએ સં. ૧૭૦૨ના માગશર મહિનામાંમંત્રી રાયચંદે બંધાવેલા જિનપ્રાસાદમાં શામળીયા પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, તેમ જ તેમાં માણિભદ્રની પણ પ્રતિષ્ઠા કરી.
આ પ્રતિષ્ઠા ઉત્સવમાં આહલણપુરના રાજા મહેશદાસના મંત્રી સુગુણે ભાગ લીધો હતો.
અહીં તપાગચ્છાચાર્ય આ. શ્રી વિજયસિંહસૂરિએ પ્રતિષ્ઠિત કરેલા શામળિયા પાર્શ્વનાથ જિનાલય ઉપરાંત બીજા ચાર જિનાલયે વિદ્યમાન છે.
કિસનગઢ એ તપાગચ્છના ભટ્ટારક કેટવાલની ગાદીનું ગામ છે. ગામમાં તપાગચ્છને જુનો વિશાળ ઉપાશ્રય છે, એમાં હસ્તલિખિત પ્રાચીન જન ભંડાર છે.
આ. શ્રી વિજ્યસિંહસૂરિના શિષ્ય પં. શ્રી ઉદયવિજયગણીએ સં. ૧૭૨૮માં અહીં ચાતુર્માસ કરી સં. ૧૭૨૮ના દિવાળીના દિવસે કિસનગઢમાં “શ્રીપાલરાજાનો રાસ' રચ્યો છે. તેમણે ગ્રંથની પ્રશસ્તિમાં સમકાલીન ઐતિહાસિક ઘણી વિગતોને નિર્દેશ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org