________________
( ૪૨ ), ́
છે એમ જાણીને રાવણ રાજી થયા. અને તેને પુછવા લાગ્યા. હે હરવાહન રાજા, આ તારા પુત્રને ત્રિશુલ રૂપ આયુદ્ધ કર્યાંથી મળ્યા? એટલામાં હરિ`વાહને તેને ઉત્તર દેવા વિશે પોતાના પુત્રને શાન કરી. તે જાણીને તેને મધુ નામના પુત્ર રાવણને કહેવા લાગ્યા. હે 'દર્શકધર, એ મારા પુર્વ જન્મના ચમરેદ્ર નામના મિત્રે મને આપ્યા છે. તેણે એ આપતી વખત મને કહ્યું કે, ધાતકી ખંડ નામના દ્વીપમાંના ઐરાવત નામના ક્ષેત્રમાં એક શવદ્દાર નામનુ નગર છે, તેના સુમિત્ર નામના રાજાના પુત્રના એક પ્રભવ નામના શેવક હતા. તેમની બેઉની વચ્ચે વસત અને કામદેવની પેઠે મિત્રાચારી હતી. તે બેઉની ખાલ્યાવસ્થા છતાં એક ગુરૂ પાસે જઇને કળા શિખ્યા. પછી અક્ષિનિકુમારની પેઠે નિત્ય સાથે ક્રીડા કરવા લાગ્યા. સુમિત્રની યાવન અવસ્થા થઇ ત્યારે તે નગર ના રાજા થયા. તે વખતે તેણે પોતાના પ્રભવ નામના મિત્રને ઘણી સપત્તિ આપી. એક વખતે તે સુમિત્ર રાજા અસ્વક્રીડા કરવા સારૂ ધાડા ઉપર બેશીને ખાહેર નીકળ્યા. તે ધાડા તેને એક મેાટા વનમાં લઇ ગયા. ત્યાં કોઇ એક પલ્લિપતિ રાજાની વનમાલી નામની કન્યા સાથે લગ્ન કરીને તેને સાથે લઇ પોતાના નગરમાં આવ્યા. તે વખતે તે રૂપ વૈવન શાલિની કન્યાનેં પ્રભવે દીઠી. તેને જોઇને તે કામાતુર થયા થકો કૃષ્ણપક્ષના ચંદ્રમાની પેઠે દિવશે દિવસે ક્ષીણ થવા લાગ્યા. પોતાના મિત્રને મત્ર તથા તંત્રથી અસાધ્ય જોઈને સુમિત્ર રાજા તેને પુછવા લાગ્યા. હું પ્રભવ, તને શી પીડા છે? તે મને કહે ત્યારે પ્રભવ કેહેવા લાગ્યા કે હે સુમિત્ર, મને જે પીડા છે તે તને કહેવા ચાગ્ય નથી. જો કહીશ તા તેથી તને કલંક લાગશે. ત્યારે રાામેટા આગ્રહથી પુછવા લાગ્યા; ત્યારે તેણે ના ઈલાજથી તેને કહ્યુ કે હે મારા પ્યારા મિત્ર તારી સ્રી વનમાલાને જોઇને તે વિશે મારી ઈચ્છા થએથી આાવી દશા થઈ છે. એમ સાંભળીને તથા હશીને રાજા તેને કહેવા લાગ્યા કે, હે મિત્ર, તારા સારૂ હું મારૂં રાજ્ય પણ કરખાન કરી દેઊ, તે પછી આ સીની ચુ ખિટાદ છે? આજથી એ સ્ત્રી મૈં તને આપી. એમ કહીને ત્યાંથી ઉઠીને પેતાના ભુવનમાં ગયેૉ. સંધ્યા સમયે પોતાની સાને એક ક્રુતિની સાથે દાસીની પેઠે મેકલાવી દીધી. ત્યાં જઇને તે વનમાલા તેને કેહેવા લાગી, દે પ્રભવ રાજાએ મને તમને સોંપી છે, તે માટે હુ અહીં આવીછું. કેમકે પ્ તિની આજ્ઞા સીએ માન્ય કરવા યાગ્ય છે. મારા ભરથારની તમારી ઉપર એટલી પ્રીતિ છે કે તમારા અર્થે તે પોતાના માણુ દેવાને પણ પાછળ હનાર