________________
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
સંગ્રહ આપણી નજર સામે દેખાય છે એના સંગ્રહકાર ઉકત મહાપુરુષે છે અને એ સર્વને પાના પુસ્તકે ચઢાવી ભૂલાઈ જતે અટક વનાર પરમોપક રી સંત શ્રી. દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ છે, દીર્ધ દૃષ્ટિથી આ કાર્યના શ્રી ગણેશ ન થયો હોત તો આજે આપણે કેવાયે અજ્ઞાન તિમિરમાં આથડતાં હોત ! આજે દિગંબર સંપ્રદાય પાસે મૂળ શાસ્ત્ર જેવી કોઈ વસ્તુ નથી જેથી પાછળની રચનાઓમાં ભિન્નતાઓને સુમાર નથી રહ્યો; તેમ આપણી પણ દશા થઇ હોત. જૈનધર્મની સનાતનતા, એનાં તેની અકાટયતા ને વિશછતા સ્થાપવાનું એક માત્ર સાધન આગમ જ છે. કાળની કરાશે ફેરફારી ને દેશના પલટાતા સંયોગે છતાં, માન્યતાના કદાગ્રહોને વળગી ન રહેતા કેવળ ભવભીરુતાનું અવલંબન ચડી માત્ર પરમાર્થ દષ્ટિ નજર સન્મુખ રાખી, મૂળસ્વરૂપે સંરક્ષણ કરવાનું મહાકાર્ય કરનાર ઉપર્યુકત મહાપુરૂષે ધન્યવાદને પાત્ર છે ! ભૂરિ ભૂરિ વંદન હો એ સંતને !
પ્રારંભમાં ટાંકેલ સ્તુતિમાં શ્રી નાગાર્જુનનું નામ દેખાતું નથી. વળી નંદીમાં આપવામાં આવેલી માધુરી યુગપ્રધાન પટ્ટાવલીમાં તેમજ વાલભી યુગપ્રધાન પટ્ટાવલીમાં ક્રમ તથા નામમાં થોડો ફેર દેખાય છે. તેથી એ સંતની કરેલી સે વાને જરા પણ ક્ષતિ પહોંચતી નથી. એમનાં જે આછો પાતળાં જીવને જાણવા-જોવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે તે ઉપરથી નિશકપણે કહી શકાય કે બીજી બધી બાબતે કરતાં આત્મકલ્યાણ અને પરમાર્થ વૃત્તિ એ તેમનાં મુખ્ય દૃષ્ટિબિન્દુઓ હતાં. શ્રતધરા’ પદથી જેમનાં નામ નથી લખાયાં એ સર્વને પણ વંદન થઈ જાય છે. આમ પ્રારંભની આઠ પંકિતના સંતેના જીવન જાણવાની જિજ્ઞાસા સહજ પ્રગટે છે. પ્રસિદ્ધ વાચનાઓમાં એમાંના કેટલાક સાક્ષીભૂત છે. છતાં એને લગતી સામગ્રી સારૂ ગુજરાત છોડી બંગાળ ને બિહાર તરફ, પટણા અને મથુરા તરફ કદમ માંડવાની જરૂર છે. મથુરાના કંકાલીટીલામાંથી જે વસ્તુઓ પ્રાપ્ત થઈ છે એ પરથી કેટલીક બાબતે પર અજવાળું પડયું છે. શ્રીકલ્પસૂત્રમાં આવતાં ઉકત શ્રમણોનાં નામ સાથે જોડાયેલાં ગોત્રનાં મૂળ જડી આવ્યાં છે. હજુ શોધખોળ કરવાનું ક્ષેત્ર ત્યાં વિશાળ છે. દુર જવાની જરૂર નથી. વર્ષો સુધી ભુલાઈ ગયેલી સરાક જાતિ તરફ નજર કરીશું અને એ સંબંધમાં જુદે જુદે સ્થળે વિદેશી ઈતિહાસકારોએ કરેલા ઉલ્લેખો તરફ દૃષ્ટિ ફેરવીશું તે સહજ જણાશે કે એક કાળે એ જાતિ સંધમાં અગ્ર સ્થાને હશે. વળી એટલું તે ઉઘડું છે કે કલ્યાગક ભૂમિએ એ તરફ છે, ચમ જિનપતિશ્રી મહાવીર દેવનો વિહાર પણ એ જ ક્ષેત્રમાં છે અને ત્યારપછીના કેટલાય પટ્ટધર ત્યાંથી જ પ્રાપ્ત થયા છે અને તેમના જીવનને છેવટ સુધીને કાળ પણ ત્યાં તે વ્યતીત થયેલ છે. જે દુભિક્ષાએ વાચના 1 અગત્ય ઉભી કરી એ જ દુર્ભિક્ષના કપરા વર્ષોમાં ઇતિહાસ સાંકળી શકાય તેની ઘણી ઘણી સામગ્રી નષ્ટ થઈ, આમ છતાં “ભ ગ્યુ તેયે ભરૂ’ એ કહેતી મુજબ જે કંઈ છુટું છવાયુ લાભી શકાય તેમ છે તે હસ્તગત કરવાને શોધખોળના નિબણાતોએ એ ક્ષેત્રમાં પહોચી જઈ, સત્વર એ કાર્યમાં લાગી જવાની જરૂર છે. જૈન સમાજે એમાં પૂર્ણ સહકાર આપવાની અગત્ય છે. અને એમ થાય તે જ આ હજાર વર્ષને વ્યવસ્થિત ઇતિહાસ તૈયાર કરવામાં સર્વપ્રકારની સાનુકૂળતા થડ પડશે, એટલું જ નહિ પણ એમાંથી ઘણું નવું જાણવાનું પ્રાપ્ત થશે. એટલું કરીશું તેયે પૂર્વાચાર્યોનું કંઇક અંશે ઋણ અદા કરવારૂપ સંતેષ ઉદ્ભવશે !
www.ainelibrary
For Private & Personal Use Only
Jain Education International