________________
ધર્મવીર ચેટકરાજ પૂર્વ ભારતની શોભા સમે વિલ દેશ તે કાળે સુખસમૃદ્ધિથી ભરપૂર હતા.
ધર્મવીર મહારાજા ચેટકનું ત્યારે વિદેહમાં શાસન ચાલતું હતું. તેમણે વિદેહ દેશને ધનધાન્યથી આબાદ બનાયે હતે. સંસ્કાર અને સદાચારમાં પણ વિદેહની પ્રજા બીજા કોઈ દેશ કરતાં ઉતરે એમ ન હતી. અને વિદેહ દેશની રાજધાનો વૈશાલી નગરી તે એક નમૂનેદાર નગરી બનેલી હતી. તેની શેભા અને વૈભવ વિલાસનાં સાધનને સમૃદ્ધ બનાવવામાં વિદેહપતિએ કોઈ વાતની બાકી નહોતી રાખી !
મહારાજા ચેક જાતે લિચ્છવી કુળના ક્ષત્રિય હતા અને તે વખતના લિચ્છવી રાજાએના તે અગ્રેસર હતા–બીજા બધા નાના મેટા લિચ્છવી રાજાએ તેમને ઉપરી તરીકે સ્વીકારી જરૂર પડતાં તેમની સલાહ અને સુચના મેળવી અનેક મુશ્કેલીઓમાંથી પાર પામતા. મહારાજા ચેટક પોતે પણ પોતાને સહજ મળેલા રાજ્યને સાચવીને સમૃદ્ધ બનાવવામાં રત રહીને બીજા કોઈના પણ રાજ્યને પડાવી લેવાની દાનતથી સદા અળગા રહેતા. અને આ જ ગુણે તેમને સમગ્ર લીવી રાજવીઓના અગ્રેસરપદે-મુરબ્બીપદે સ્થાપન કર્યા હતા.
મહારાજા ચેટકને ધર્મ પરાયણતાને ગુગુ સૌથી ચઢિયાત હતા. તે પરમાત્મા મહાવીરદેવના પરમ ઉપાસક બન્યા હતા. અને તેમની ધર્મશ્રદ્ધા એવી અડગ હતી કે તેને કોઈ પણ સગામાં ડગાવી ન શકાય. પિતાની આ ધર્મપરાયણતાના સંસ્કાર પિતાના કુટુંબીજનોમાં
અને ખાસ કરીને પિતાનાં સંતાનમાં ઉતરે તે માટે મહારાજા ચેટક હંમેશા પ્રયત્નશીલ રહેતા. જો કે ઇતિહાસના ઉલ્લેખ પ્રમાણે. તેમને એક પુત્ર ન હતા તે અપુત્રિયા હતા, પણ તેમને સાત પુત્રીઓ હતી અને તે બધી પુત્રીઓને ધર્મના સંસ્કાર આપી એક આદર્શ પિતા તરીકે પોતાની ફરજ બજાવી હતી. પિતાના પિતા તરફથી મળેલ ધર્મસંસ્કારના આ અમૂલ્ય વારસાના પ્રતાપે દરેક પુત્રીએ પોતાના પતિ ઉપર પ્રભાવ પાડયું હતું એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે.
મહારાજા ચેટકે નિયમ કર્યો હતો કે પિતાની પુત્રીનું પાણીગ્રહણ કે ઈ પણ પરધમી રાજવી સાથે ન કરાવવું. ભલે પછી એ રાજા ગમે તેટલો મટે હોય કે ગમે તેટલે બળવાન હોય ! પોતે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવામાં મહારાજા ચેટકે કેટલીક વખત વગર નેતરી આફત વહેરી લીધી હતી, પણ તેથી તેમની ધર્મશ્રદ્ધા કદી ડગી ન હતી. ગમે તે ભેગ પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરવામાં તેમને એક પ્રકારે આત્મસંતોષ થતું.
આ ઉપરાંત, ક્ષત્રિયચિત વીરતામાં મહારાજા ચેટક કોઇથી ઉતરે એવા ન હતા. પિતાની ટેક જાળવતાં કદી યુદ્ધ આવી પડે છે તેથી કદી પાછી પીઠ ન કરતા કે પિતાની વીરતાને કલંક લાગે તેવી રીતે નમતું ન આપતા. એ એક અચૂક તીરંદાજ-બાણાવળી હતા અને તે કાળના બાણાવળીઓમાં તેમની બરાબરી કરી શકે એવો બાણાવળી ભાગ્યે જ મળતે. તેમણે તાકેલું નિશાન ખાલી જાય એ અશકય હતુ.
મહારાજા ચેટકની સાત પુત્રીઓમાંની પાંચ પુત્રીઓનાં લગ્ન જુદા જુદા દેશના જૈનધમી રાજવીઓ સાથે થઇ ગયા હતાં અને સુષ્મા અને ચિલણા નામની બે પુત્રીઓનાં લગ્ન થવા બાકી હતાં. એક વખત મગધસમ્ર મહારાજા શ્રેણિકે સુજયેષ્ઠાનાં રૂ૫ અને
ain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org