Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

Previous | Next

Page 623
________________ શ્રીમાન આનન્દઘનજી વિરચિત એક પદનો ભાવાર્થી સંગ્રાહક—મુનિરાજ શ્રી યશભદ્રવિજયજી રાગ– આશાવરી ] અવધુ સે જોગી ગુરૂ મેરા, ઇન પદક કરે રે નિવેડા છે અવધક છે તરૂવર એક મૂળબિન છાયા, બિન કુલે ફલ બાગા શાખા પત્ર નહિ કછુ ઉનકુ, અમૃત ગગને બાગા. એ અ૦ ૧ શ્રીમાન આનન્દઘનજી મહારાજ કહે છે કે જે આ પદને ખુલાસે કરે તે અવધૂત યેગી મારે ગુરૂ જાણવે. અહિં આત્માને વૃક્ષની ઉપમા આપી છે. પણ આત્મા અનાદિ કાળથી છે તેથી વૃક્ષની જેમ આત્માને મૂળ નથી. આત્મા અરૂપી છે તેથી તેની, વૃક્ષની જેમ છાયા પડતી નથી. તેમજ વૃક્ષની પેઠે પત્ર-શાખા અને પુલ પણ નથી. છતાં પણ આત્મારૂપ વૃક્ષને સિદ્ધશિલારૂપ ગગનમાં અમૃતરૂપ મોક્ષ ફળ લાગે છે. અર્થાત્ આત્મા સકલ કર્મોને ક્ષય કરી પરમાત્મપદ પામે છે. તરૂવર એક પંખી દેઉ બેઠે એક ગુરૂ એક ચેલા ચેલેને શુગ ચુનચુન ખાયા, ગુરૂ નિરંતર ખેલા. એ અ ર છે શરીરરૂપ વૃક્ષમાં આત્મા અને મનરૂપ બે પંખી બેઠા છે. આત્મા ગુરૂ છે, અને મન ચેલે છે. ગુરૂરાજ ચેલાજીને હિત શીખામણે આપી કાબૂમાં રાખવા કેશીશ કરે છે, પણ ચંચલ સ્વભાવવાળા ચેલાજી તે ઇંદ્રિયોના વિષમાં લપેટાઈ જાય છે અને બાહ્ય પદાર્થોને ચણીને ખાય છે, પણ આત્મારૂપ ગુરૂ પિતાના જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ ગુણોમાં લીન બની હમેશાં ખેલ્યા કરે છે. ગગન મંડલકે અધબીચ કુવા, ઉહાં હૈ અમીકા વાસ; સગુ હવે સે ભરભર પીવે, નગુરા જાવે પ્યાસા. અ. ૩ ચૌદ રાજલેકરૂપ ગગન મંડળના મધ્ય ભાગમાં તિચ્છ લેક આવ્યું છે. તેમાં મનુષ્ય ક્ષેત્રે છે. એ ક્ષેત્રોમાં જિનેશ્વર દેવને જન્મ થાય છે. અને તેઓ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી ધર્મદેશના આપે છે. તેથી મનુષ્ય ક્ષેત્રમાં કૃતધર્મ અને ચારિત્ર ધર્મરૂપ અમૃતથી ભરેલ કુવે છે. સુગુરૂને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646