Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

Previous | Next

Page 627
________________ અંક ૧૨] સાસુ-વહુનાં મંદિરે [૫૮૩] [૧૧] તેમની પાટે શ્રી વિજયસેનસૂરિવર દયા, જેઓ હાલ જગતમાં વિદ્વાન ઉપાધ્યાય તથા મુનિ સમુદાયે કરીને સહિત જયવંત વર્તે છે. (અર્થાત આ મંદિરના પ્રતિ ઠાપક તેઓ પેતે હોઈ આ શિલાલેખ લખાયો ત્યારે તેઓ વિદ્યમાન હતા.) [૧૨] ન્યાય વ્યાકરણ વગેરે અનેક શાસ્ત્રના અભ્યાસ વડે કરીને જેમણે “ સરસ્વત' બિરૂદ પ્રાપ્ત કર્યું હતું, જેમણે સાહિ શ્રી અકબર બાદશાહની સભામાં પોતાના પ્રકાશવડે સર્વ વાદીઓને વાણીની યુક્તિઓ વડે જીતી લીધા હતા– [૧૩] તેમના ચરણકમલનો અસ્વાદ લેવામાં ભ્રમર સમાન ચતુર્વિધ સંઘ મહાન કાર્યો કરતો છતે નિરંતર જયવંતે વર્તે ! [૧૪-૩૨] આ સમયે ગુ. ૨ (ગુજરાત) દેશના આભૂષણ રૂપ વડનગર શહેરમાં નાગર લઘુ શાખાના ભદ્રાસિયાણું ગોત્રમાં ગાંધી દેપાલ નામે પ્રખ્યાત સર્વોત્તમ ધર્મકાર્યો કરનાર પુરૂષ થશે. તેને અલુઆ નામને પુત્ર હતા તેને “લાડિકા' નામને પુત્ર થયે. તેને પત્તી' નામે પત્ની હતી. તે શીલવંતી હતી. તેની કુક્ષિથી લાડિકને બાહુઓ અને ગંગાધર ના બે પુત્રરત્નો થયા. તે બન્નેમાં બાપુએ બહુ જ દાનેશ્વરી, ધૈર્યવાન તેમજ ઉદાર હોવાને લઇને થોડા જ સમયમાં વ્યવહારીઓમાં મુખ્ય થયો. તેને પોપટી અને હીરા નામે બે પત્ની હતી. તેમનાથી ત્રણ ગુણવાન પુત્રો ઉત્પન્ન થયા. પત્ની પિપટીની કુખેથી પ્રથમ પુત્ર કુંવરજી થયો. તે સુપાત્રદાનમાં અત્યંત મગ્ન રહેતા હતા, એટલું જ નહીં પણ પૂજ્ય પિતાને પંથમાં જ પ્રવૃત્તિ કરવાથી તથા ગુણગ્રાહી હેવાથી તેને પિતાના યશને ઘણું જ વધાર્યો. દ્વિતીય પત્ની હીદેવીની કુક્ષિથી ધમદાસ અને સુવીરદાસ એમ બે પુત્રરત્ન ઉત્પન્ન થયાં. ક્રમે ઉમ્મર લાયક થતાં ધન કમાવવા માટે પરદેશ જવાની અભિલાષા પ્રગટી. સ્થંભનપુરના અધિષ્ઠાતા પાર્શ્વનાથ પ્રભુના પ્રાસાદથી સર્વસુખને આપનાર એવું ત્રંબાવતી કે જે હાલ ખંભાત તરીકે મશહૂર છે, ત્યાં પિતાના પરિવાર સહિત બાડુઆ શેઠ નિવાસ માટે આવ્યા હતા. અને ત્યાં જ તેમને કીર્તિ, ધન, દેલત, સંતાન વગેરે ઘણું જ સારા પ્રમાણમાં પ્રાપ્ત થયાં હતાં, એટલું જ નહીં પણ અકબર બાદશાહ પ્રતિબંધક જગદ્ગુરૂ શ્રી વિહીરસુરીશ્વરજી મહારાજનો મહાન સમાગમ થયો હતો. સૂરીશ્વરજીની સુધાષીણી વાણીના વરસાદથી તરત જ તેમને તત્વજ્ઞાનનું ભાન થયું, એટલું જ નહીં પણ મિથામતિને તિલાંજલી દઈ જૈનધર્મમાં દઢ શ્રદ્ધાવાન થયા. તેમના પ્રબળ પુણ્યોદયથી, તેઓ સન્માર્ગમાં જ પ્રવૃત્તિ કરતા હોવાથી તેમજ તેઓ કોઈ પણ પ્રકારનો પાપવ્યાપાર નહીં કરતા હોવાથી તેમના ગૃહ મંદિરમાં સર્વ સંપત્તિઓ સ્થિર થઈને રહી હતી. ધર્મમાં ચિત્ત રાખવાથી તથા સાધમિક બધુઓનું પોષણ કરવા સાધુઓને સત્કાર કરવા કંગાલ દીન દુઃખી દરિદ્ધિને અનુકંપા દાન આપવાથી, તથા સગાસંબંધીઓમાં માન રાખવાથી ain Education Infસ્વસંપત્તિનું અનુપમ સુખ પામglaહતersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646