Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

View full book text
Previous | Next

Page 635
________________ અંક ૧૨ ] શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ [૫૯૧ ] ડીને પૃથ્વી પર પટક્યું, અર્થાત પ્રસન્નચંદ્ર રાજર્ષિ દુર્મુખના વચન સાંભળી પિતાના ધ્યાનથી ચલિત થયા, અને મનમાં વિચારવા લાગ્યા કે-“ખરેખર, મેં કર કુમંત્રિઓનું જે સન્માન કર્યું, તે ભસ્મમાં ઘી હોમવા જેવું જ મૂર્ખાઈ ભરેલું કાર્ય કર્યું છે. તે કર્મચાંડાલે મારા પુત્રનું રાજ્ય છીનવી લેવા પ્રયાસ સેવી રહ્યા છે, કે જેના વદનમાં હજુ માતાનું દુધ પણ સૂકાણું નથી. ધિક્કાર છે ! તે વિશ્વાસઘાતીઓને ! જે હું અત્યારે ત્યાં હોઉં તો તે લુચ્ચાઓને આકરામાં આકરી સજા કર્યા વગર ન રહે. અરે, મારા પુત્રને પરાભવ મારા સગા કાને મારે સાંભળવો પડે છે. હવે મારે જીવીને શું કરવું છે ! આ તપ તપવાથી પણ શો ફાયદો ?” ક્ષણ પહેલાં જ આત્મધ્યાનમાં લીન થયેલા તે રાજર્ષિ આવી રીતે અધિકાધિક દુર્ગાનમાં આરૂઢ થતા ગયા. રાજર્ષિના અન્તઃકરણારણ્યમાં ક્રોધ દાવાનળ તીવ્ર ગતિએ પ્રદીપ્ત થતો ગયો. છેવટે તેઓ ક્રોધથી અભિભૂત બની પિતાના સાધુપણાને પણ વિસરી ગયા. અને સિંહાવલોકન ન્યાયથી પુનઃ ક્ષાત્ર તેજથી વ્યાપ્ત બની પોતાના પુત્રને થી અમાત્યને પિતાની સન્મુખ ઉભેલા પ્રત્યક્ષ નિહાળવા લાગ્યા. પૂર્વાવસ્થામાં તેઓ જેમ રણ સંગ્રામમાં અતુલ શાર્ય દર્શાવતા હતા, તેમ અત્યારે મનથી જ આ રણસંગ્રામની યુદ્ધભૂમિની કલ્પના કરી, “આ પુત્ર દૈષિ મંત્રી શત્રુઓ સામ સશસ્ત્ર ખડા છે, “આ મારું સૈન્ય છે, “હું આ સૈન્યને નાયક છું,' એમ વિચારી મનથી રણભૂમિના મુખ્ય સૂત્રધાર બનીને, સમશેરની તીવ્ર ધારથી, બાણેના પ્રહારથી શત્રુદલને સંહાર કરી બહાદુરી માનવા લાગ્યા. આ બધી ભયંકર ગડમથલ એમના મનમાં ને મનમાં ચાલતી હતી, અને એમનું આત્મધ્યાન તે ક્યાંય જઈ પડયું હતું. આ પ્રમાણે પ્રસન્નચંદ્ર રાજર્ષિ દુર્ગાનમાં મગ્ન હતા તે દરમ્યાન મહારાજા શ્રેણિક ત્યાં પધાર્યા. મુનિનાં દર્શન થતાં જ હસ્તિ ઉપરથી નીચે ઉતરી, એ રાજર્ષિને પંચાગ પ્રણિપાત કર્યો, અને આવી રીતે આતાપનામાં તત્પર એવા તે રાજર્ષિની ભૂરિભૂરિ પ્રશંસા કરતા શ્રેણિક મહારાજા પ્રભુની આગળ ચાલ્યા. રસ્તામાં ચાલતાં ચાલતાં પણ “અહો ! મહાત્મા પ્રસન્નચંદ્ર રાજર્ષિનું કેવું અદ્ભુત તપસામર્થ છે ! ધન્ય છે તેમના તપોબળને !' ઇત્યાદિ ચિંતવતા તે જગશુરૂ શ્રી મહાવીર પ્રભુ પાસે આવી પહોંચ્યા. તેઓએ અત્યંત ઉલ્લાસપૂર્વક હાથી ઉપરથી નીચે ઉતરી, ત્રણ પ્રદિક્ષણ દઈ, પરમાત્માને પંચાંગ પ્રણિપાત કરી, પિતાને યોગ્ય સ્થાને પર્ષદામાં બેઠક લીધી. આ વખતે પણ મનમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિની તપશક્તિ તેમજ ત્યાગવૃત્તિની અનુમોદના જ રમી રહી હતી. તેથી યોગ્ય અવસરે તેમણે વિનયપૂર્વક પ્રભુને કહ્યું–“હે કૃપાસિંધુ પરમાત્મન ! ધ્યાનસ્થ એવા પ્રસન્નચંદ્ર રાજર્ષિનાં મેં જે સમયે દર્શન કર્યા તે સમયે જ કદાચ તેઓ કાળધર્મ–મૃત્યુ પામ્યા હોત તે કઈ ગતિમાં જાત? તે કૃપયા પ્રતિપાદન કરશે.” સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુએ ફરમાવ્યું-“હે રાજન ! તે સમયે કદાચ પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાળધર્મ પામ્યા હતા તે સાતમી નરકે જાત.” in Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646