Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

Previous | Next

Page 639
________________ અંક ૧૨] પ્રતિમાલેખે [૫૯૫ ] - - પ્રબંધ ચિન્તામણ, તીર્થકલ્પ–વવિધ તીર્થકલ્પ, અને ચતુર્વિશતિ પ્રબંધ -પ્રબંધકેશ વગેરે ગ્રન્યર દષ્ટિગોચર થાય છે કે જે ગ્રંથે જૈન સાહિત્યના ઇતિહાસમાં પ્રમાણભૂત મનાય છે. ઇતિહાસ એ એવી મહત્ત્વની વસ્તુ છે કે આપણે એને કોઈ પણ પ્રકારથી તેજી શકતા નથી. એનું કારણ એક જ છે કે ઈતિહાસથી જ દેશનું અસ્તિત્વ, ગૌરવ, આચાર, વિચાર, પ્રકૃતિ, ધર્મ આદિ બાબતોનું જ્ઞાન થાય છે, એટલું જ નહિ પણ ઇતિહાસ જોઇને રાજાઓ પિતાની પ્રજાને પાળવામાં સમ્પફ પ્રકારે સમર્થ થાય છે. ઈતિહાસ બુદ્ધિમાન રાજાઓને સારા માર્ગમાં પ્રવૃત્તિ કરાવવામાં સદગુરૂ સમાન છે. ઈતિહાસ રાજનીતિ વિશા રદોનું જીવન છે, અને પુરાતત્ત્વવેત્તાઓનું સર્વસ્વ છે. કવિઓની ચતુરતાને આધારરૂ પી સ્તંભ છે, સારા નરેની કીતિ ચંદ્રિકાને ચંદ્રમાં છે. ઇતિહાસ એક અગણિત પ્રભાવ પૂર્વક સમાવેશ કરવામાં આવ્યું છે અને તે ગ્રન્થ મૂળ ઘણુ સમય પહેલાં નિર્ણયસાગર પ્રેસે છપાવ્યો હતો પણ તે અશુદ્ધ હતો માટે તેનું ભાષાંતર આત્માનંદ સભાએ કરાવી ફરી પ્રકાશિત કર્યો. તેમાંની મુનિ શ્રી કલ્યાણવિજયજીની પર્યાલયના ઇતિહાસકારોને માટે બહુ ઉપયોગી થઈ પડશે એમ મારૂ ધારવું છે. અત્યારે એ મૂળ સંસ્કૃત ગ્રંથનું સંપાદન પુરતત્વવિદ્ શ્રી જિનવિજયજી કરી રહ્યા છે અને થોડા જ સમયમાં બહાર પડશે. ૩ આ ગ્રન્ય શ્રીમાન મેરૂતુંગાચાર્યે વિ. સ. ૧૩૬૧ માં વર્ધમાન પુર (વઢવાણ) માં ફાગણ સુદ પૂર્ણિમાએ સમાપ્ત કર્યો. આ ગ્રન્થમાં ચાવડા અને સોલંકીઓનો ઇતિહાસ ખૂબ વિસ્તાર પૂર્વક આપવામાં આવ્યો છે. તે ગ્રન્થ પહેલાં રામચંદ્ર દીનાનાથે છપાવ્યું હતું, પણ આધુનિક દૃષ્ટિએ એ બરાબર કામ આપે તે રહ્યો નહતો. તેનું ગૂજરાતી ભાષાંતર પણ ફાર્બસ સભાએ પ્રકાશિત કર્યું છે અને સંસ્કૃતમાં શ્રી જિનવિયજઇએ બહાર પાડે છે. ૪ આ ગ્રન્ય સંવત ૧૩૮૫ થી માંડીને સં. ૧૩૮૮ માં ભાદ્રપદ વ. ૧૦ ને દિવસે ગિનીપત્તન” (દિલ્હી) માં સમાપ્ત થયો એમ ગ્રખ્યાતે સૂચવવામાં આવ્યું છે. એ ગ્રન્યના કર્તા ખરતરગચ્છીય શ્રી જિનસિંહસૂરિજીના શિષ્ય આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી છે. આ ગ્રંથમાં અનેક જૈન તીર્થોને ઇતિહાસ આપવામાં આવેલ છે, એટલું જ નહિ પણ ક્યા કયા રાજાના સમયમાં કોણે કોણે તીર્ણોદ્ધાર કરાવ્યા વગેરે બાબતનું જ્ઞાન કરાવવામાં આ એક જ ગ્રન્થ સાધનરૂપ છે એમ કહી શકાય. આ ગ્રન્ય ઉપરથી જ ઘણાખરાં પ્રાચીન ગામોની શોધખોળ ગવર્નમેન્ટ કરી છે અને ભૌગોલિક દૃષ્ટિએ આ ગ્રન્થ અત્યુત્તમ હોવાથી તેને અમુક ભાગ બંગાળ એશિયાટિક સોસાયટીએ ઘણ સમય પૂર્વે છપાવ્યું હતું અને અત્યારે સંપૂર્ણ શ્રી જિનવિજયજીએ છપાવ્યું છે. ૫ આ પ્રત્યે સંવત્ ૧૪૦૫ જેઠ સુદ પાંચમેં મલધારી શ્રી અભયદેવસૂરિ સંતાનીય શ્રી રાજશેખરસૂરિજીએ દિલ્હીમાં સમાપ્ત કર્યો. એ ગ્રન્થમાંના ૨૪ પ્રબંધનું ઐતિહાસિક દષ્ટિએ વિશ્લેષણ થવાની આવશ્યકતા છે. તેનું મૂળ અનુવાદ સાથે ફાર્બસ સભાએ " પ્રશિત કર્યું છે, તથા શ્રી જિનવિજયજીએ પગ બહાર પાડયું છે. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 637 638 639 640 641 642 643 644 645 646