________________
અ'ફ ૧૨ ]
શ્રી પ્રસન્નદ્ર શાષિ
[ ૫૯૩ ]
મેહા વિલીન થઈ થયા, અને તેમના મનમંદિરમાં વિવેક પ્રકટ થયા. તેમણે ભક્તિપૂર્વક, તે જ સ્થળે અમને હૃદયગત કરીને ભાવથી વંદન કર્યુ. રૌદ્રધ્યાનના પ્રતાપે કરેલી ભાવ હિંસાની આલોચના કરી, પશ્ચાત્તાપ દ્વારા લાગેલાં પાપોથી આત્માને પા હઠાવી પ્રસન્નચંદ્રરાજર્ષિ પુનઃ પ્રશસ્ત ધ્યાનમાં લીન થયા. આ પ્રમાણે પ્રસન્નચંદ્ર રાજર્ષિ` એ શુભ ધ્યાના ત્રિથી દુષ્ણનને બાળી ભસ્મીભૂત કરી દીધું છે. ”
"
મહારાજા શ્રેણિકે આ પછી શ્રી વીરવિભુ પાસેથી પ્રસન્નક્રૂ રાજર્ષિનું દીક્ષા ગૃહ્યુ વગેરેનું વિસ્તૃત વૃત્તાંત સાંભળ્યું. એટલામાં મહારાજા શ્રેણિકને ગગનાંગણુમાંથી ઉતરતું દેવવૃન્દ દષ્ટિગોચર થયું, દુંદુભિના દિવ્ય ધ્વનિ સંભળવા લાગ્યા અને આકાશમંડળ પ્રકાશમય બની ગયું. આ બધું જોઈ સભ્રાન્ત ચિત્તે મગધેશ્વરે શ્રી વીવિષ્ણુને સવિનયે પૂછ્યું “ પ્રભા ! નભામંડળને પ્રકાશિત કરનાર આ દેવસમ્પાત તથા દિવ્ય ધ્વનિ વગેરે શાથી થાય છે?” ત્યારે ત્રિકાળજ્ઞાની શ્રી વીરવિભુએ ક઼માવ્યું કે— 'રાજન! જે મહાત્મા માટે તમે પ્રશ્નો કર્યો તે પ્રસન્નદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. માટે દેવે તેમના કેવળજ્ઞાન-મહાત્સવ ઉજવવા જાય છે. ''
tr
મહારાજા શ્રેણિક અને અન્ય શ્રોતાજનાત્રે તે મહિષને ભાવપૂર્ણાંક હૃદયમાં વંદન કર્યું. આત્મતત્ત્વના જયજયકાર થયે !
66
ખરેખર, એ રાજિષ એ मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः ” એ ઉક્તિને અક્ષરશઃ સિદ્ધ કરી આપી, અર્થાત્ સંસાર કે મુક્તિનું કોઈ પણ ખરું કારણ હાય તેા તે પ્રાણિઓની આંતરિક ભાવના જ છે. સદ્ગતિ કે અધોગતિ હૃદયના શુભાશુભ અધ્યવસાય ઉપર આધાર રાખે છે. હૃશ્યમાં જેવા પ્રકારનું ધ્યાન થાય તેવી જ જીવની ગતિ થાય છે. ધ્યાનના મહિમા અપાર છે !
ક્ષણમાં નરક !
ક્ષણમાં સ્વ ! !
ક્ષણમાં મેક્ષ !!!
આગામી અકે
આ અક · શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ચેાથા વર્ષના છેલ્લે અંક
આગામી અંક ઞીજા શ્રાવણ માસમાં પ્રગટ થશે. પૂજ્ય મુનિમહારાજોને તેમજ વિદ્વાનોને તૈન સાહિત્ય, જૈન તત્ત્વજ્ઞાન, જૈન કળા, જૈન ઇતિહાસપુરાતત્ત્વ અને જૈન શિલ્પ-સ્થાપત્ય વિષયક લેખા માકલવાની વિનતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
વ્ય.
www.jainelibrary.org