________________
[ ૫૯૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ o ૪
ઉભા હતા, જાણે એકમૂળિયું વૃક્ષ નિરાધાર ઉભું' ન હેાય ! વળી તે તપસ્વી રાષિએ પોતાના બેઉ બાજુ ઉંચા રાખ્યા હતા, જાણે તે બન્ને ભૂજા, સિદ્ધિક્ષેત્રનુ આકર્ષણુ કરતી ન હેાય ! જેમ કાઇ વ્યક્તિ અરિસામાં પેાતાનું મુખારવિન્દ એકીટસે નીરખે તેમ તે તપસ્વી રાજષ એ પણુ સહસ્ત્રાંશુ સૂર્યની સામે પોતાની નિષ્પ-અનિમેષ દૃષ્ટિ રથાપન કરી હતી. સૂર્યનાં પ્રચર્ડ કિરાના તાપથી મર્ષિનું બદન પરસેવાથી રેબઝેબ થઇ ગયું હતું, તે પરસેવાનાં બિંદુએ શરીર ઉપર ફાડકી જેવાં લાગતાં હતા. આવી દુષ્કર સ્થિતિમાં પણ એકાગ્ર ચિત્તવાળા તથા જાણે એકાન્ત શાન્તરસને ઝરનારી મૂર્તિ જ સ્થિત છે તેવા પ્રશાન્ત વદનવાળા મહાત્મા પ્રસન્નચંદ્ર રાજર્ષિ તે એ રાજસૈનિકાના દૃષ્ટિપથમાં આવ્યા.
આવું દૃશ્ય જોઈને તે એમાંના એક સૈનિકે કહ્યુ કે− આવી દુઃસહ્ય સ્થિતિમાં, જે આવું દુષ્કર તપ તપે છે તે મહાત્મા ખરેખર વિશ્વનંદનીય છે. મિત્ર, કહેતા ખરા કે કાની તાકાત છે કે એકીપણે આટલો કાળ ઉભો રહી શકે? સૂર્ય મંડલને વિષે દૃષ્ટિ સ્થાપન કરવી તે દૂર રહે, પરંતુ આવા પ્રચંડ ભાનુની સામે થાડા વખત માટે પણ અનિમેષ નેત્રે કાણું દેખી શકે! આ કાંઈ નાની સૂની વાત નથી. આ કા મહાદુષ્કરમાં દુષ્કર્ છે. વધારે તેા શું પણુ સ્વર્ગ કહે, કે મેક્ષ કડા, આ મહાત્માને તે એ બન્ને નજીક હશે જ. આ જગમાં કયું એવું અસાધ્ય કાય` છે કે જે આવા ઉગ્ર તપોબળથી ન પાર પાડી શકાય–ન સાધી શકાય ?
દ
પ્રથમ સૈનિકનાં ઉપયુ કત વચન સાંભળી દુર્મુખ નામના બીજા સૈનિકે કહ્યું- “ અરે ભાઈ, શું તું નથી જાણતા ? આ તે પ્રસન્નયદ્ર રાજા છે ! આને કાંઈ ધર્મ વસ્યા નથી, આ તે ફાઇટ તપ તપે છે! આણે તે પોતાના બાળક પુત્રને ગાદીનશીન કરીને પ્રવ્રજ્યા લીધી છે, પરંતુ એને ભાન નથી. કેન્દ્રેષિ અને ઈર્ષ્યાળુ મંત્રીએ તે બાળકને, વૃક્ષ ઉપરથી કાઈ કાચુ' ફળ તોડવા પ્રયાસ સેવે તેમ, રાજ્યથી પદભ્રષ્ટ કરવાની હીલચાલ ચલાવી રહ્યા છે. અરે ! આણે તે બિલાડીને દુધ સાચવવા એસા જેવું કર્યું છે, કેમકે નિષ્ઠુર દુષ્ટ મંત્રિઓને પોતાનું રાજ્ય સંરક્ષણ માટે સાંપ્યુ છે. દુધ સાચવવા બેસાડેલી બિલાડી જ જેમ દુધને હાઈયાં કરી જાય, તેમ આ પાપી મંત્રીએ પણ ઘેાડાક વખતમાં બાળરાજાને મેટી આપત્તિમાં નાંખી પદ્દભ્રષ્ટ કરશે અને રાજ્ય પચાવી પાડશે, અરે ! સાંભળવા પ્રમાણે તેને વિનાશ કરવા સુધીનાં પશુ આન્દોલને ચલાવી રહ્યા છે! અરેરે ! એક નિર્દોષ બિચારા બાળકનો કઈ પળે તે દુષ્ટ અમાત્યા અંત લાવશે તે કાંઈ કહી શકાતું નથી. અને બાળકના નાશ થયે એટલે પ્રસન્નચંદ્ર રાજાના વશમાં કેાઈ રહેશે નહિ. અર્થાત્ તેના વંશનું નખાદ નિકળશે. વળી તેના પૂર્વજોનું નામનિશાન પણ નહિ રહે. આ પ્રસન્નચંદ્ર, પાતના પૂર્વજ બાપદાદાઓના નામના નાશ કરનાર હાવાથી, પાપી છે. અને ભાઇ ! આણે દીક્ષા ચેતી વખતે પેાતાની જે અનાથ સ્ત્રીઓના ત્યાગ કર્યો છે, તે અશરણુ બિચારીએનું શું થશે ? અને કઈ સ્થિતિએ પહેાંચશે તે કહેવા હું અસમર્થ છું.” આ પ્રમાણે વાત કરતા એ બન્ને સૈનિકા આગળ ચાલતા થયા.
Jain Education Innદુર્મુખ કૂત્તનાં વયનાએ
પ્રસન્ન રાજર્ષિના સમાધિવૃક્ષને જડમૂળથી ઉખે
For Private & Personal Use Only
www.jainelibrary.org