Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

View full book text
Previous | Next

Page 625
________________ કાવિતીથમાં સુપ્રસિદ્ધ સાસુ-વહુનાં મંદિરો લેખક– મુનિરાજ શ્રી સુશીલવિજયજી (ગતાંકથી પૂર્ણ) સર્વજિતરાસાદના શીલાલેખને સારાંશ સમ્રાટ અકબર જેવા મુગલ બાદશાહને પ્રતિબંધ પમાડનાર જગદ્ગુરૂ શ્રી. હીરવિજયસૂરીશ્વરજી અને શ્રી વિજયસેનસૂરીશ્વરજી જેવા મુનિ પુગ છે કે જેમણે જગતની અંદર ધર્મને વિજય વાવટો ફરકાવી, મરણાંત કઇ પણ શત્રુંજ્યાદિ મહાન પરમ પવિત્ર તીર્થોનાં અમરપટ્ટાઓ લખાવી અને શાસનની ઉન્નતિ કરી, પિતાની કીર્તિને જગતની અંદર વાવચ્ચદ્રદિવાકર સુધી કાયમ રાખી છે, તેમની વિદ્વત્તા સાધુતા, તેમજ ગ્રન્થ રચનાની આધુનિક જૈન અગર જૈનેતર વિદ્વાનો એકી અવાજે પ્રશંસા કરે છે. એ મહાપુરુષોએ અનેક તીર્થોને ઉદ્ધાર કરતાં આ કાવી તીર્થનાં ગગનચુંબી જિનાલયનો પણ ઉદ્ધાર કરાવરાવ્યું છે. પરિણામે અત્યારે પણ એ સાસુ-વહુનાં દેવાલયો જયવંતાં વર્તી રહ્યાં છે. એને ઇતિહાસ શિલાલેખોના વિવરણ ઉપરથી જનતા સહેજે સમજી શકશે. શિલાલેખને સારાંશ ૩ઝ નમ: શ્રી શ્રી શ્રી શ્રી શ્રી બાદશાહ અકબર જલાલુદીને અત્યન્ત માનનીય જગદગુરૂ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી હીરવિજયસુરીશ્વરના પટ્ટપ્રભાવક ભટ્ટારક શ્રી શ્રી શ્રી શ્રી શ્રી વિજયસેનસૂરિ ગુરુમહારાજને નમસ્કાર થાઓ. [ 1 ]૧ કલ્યાણની પંક્તિને સિદ્ધિ કરનાર જે જે ચારિત્રવંત ભગતને, જેને અંતર આત્માનું સ્વરૂપ મળેલું છે એવા સમસ્ત યોગીએ, વાંછિત ફળની સિદ્ધિ માટે એક ચિંતે ધ્યાન કરે છે, એવા શ્રી નાભિ રાજાના પુત્ર શ્રી ઋષભદેવ પ્રભુ કે જે સુરાસુરેન્દ્રોથી સેવિત છે, તે ભક્તિવંત પુરુષના અંતઃકરણને ઉત્તમ સુખ આપનારા થાઓ. [૨] જી વર્લ્ડ માનસ્વામીની પાટે દ્વાદશાંગીની રચના કરનાર શ્રી સુધમાસ્વામી થયા. જેઓ મુક્તિમાં પધાર્યા છતાં પણ ભાવી પ્રાણીઓના કલ્યાણમાં સહાયક છે. ૧ અહીં તેનજ આ લેખના આગળના ભાગમાં આ પ્રમાણે પેરેગ્રાફના પ્રારંભમાં કૌંસી] માં જે અંક આપેલ છે તે અંક મૂળ શિલાલેખમાંના તે તે અંદના શ્લોકના અનુવાદનો દર્શક સમજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646