Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

View full book text
Previous | Next

Page 626
________________ [ ૫૮૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : [૩] ત્યારપછી તેમની પાટે નવમા સુસ્થિત નામના આચાર્ય થયા. તેઓ કિયા, જ્ઞાન, તેમજ ગુણના ભંડાર હતા. તેમનાથી કટિક' નામને ગચ્છ નીકળે. | [૪] તે કોટિક ગચ્છમાંની વજી શાખાના ચાંદ્રકુલમાં જે જે સૂરિપંગ થયા તેમના ઝળહળતા પ્રભાવને બુદ્ધિવાન કોણ કહી શકે તેમ છે ? (અર્થાત કોણ સમર્થ છે, કેવળજ્ઞાની સિવાય કોઈ નહીં.). [૫] પપરંપરાયે યુગાબ્ધિ પ્રમાણ માટે કમશઃ જગચંદ્રસૂરિ ગણનાયક થયા, તેઓ નિરંતર આમ્લતા (આંબીલનું તપ) કરતાં હોવાથી તેમને "તપા” એવા પ્રકારનું બિરૂદ પ્રાપ્ત થયું હતું. [૬] તેમના વંશને વિષે ક્રમશઃ ક્રિયા જ્ઞાનમાં શુદ્ધ એવા સુવિહિત આચાર્યા પ૬ મી માટે થયા. (આનંદવિમલસૂરિ. [ ૭] તે શ્રી આનંદવિમલસૂરિએ કમતરૂપી અંધ કુવામાં પડેલા પ્રાણીઓને ઉદ્ધાર કરેલ હોવાથી તેમનું નામ માત્ર સાંભળતાં કોને અપાર આનંદ ન થાય? (અર્થાત સર્વ પ્રાણીઓને થાય.) [૮] તેમની પાટે જગવિખ્યાત શ્રી વિજયદાનસૂરીશ્વર થયા, તેમણે સમ્યક્ પ્રકારે તપાગણ (તપાગચ્છ)ને સારામાં સારો ફેલાવો કયો. [ ] તેમની પટિ શાંત રસથી ભરપૂર છે અન્તઃકરણરૂપી સરોવર જેમનું એવા શ્રી હીરવિજ્ય ગુરૂમહારાજ આ જ તપાગચ્છમાં થયા. [૧૦] તે જ શ્રીમાન હીરવિજયસૂરીશ્વરે સાહિ શ્રી અકબર બાદશાહના હૃદયરૂપી ભૂમિમાં વાવેલ કરૂણારૂપી કપક્ષને અમૃતરસરૂપી વાણુથી સિંચન કીધું હતું, જેના પરિણમમાં અદ્યાવાધિ પણ આપણે જોઈ શકીએ છીએ કે, “અમારી પડદની ઉપણું,” “શત્રુંજય તીર્થ પર લેવાતે કર માફ” અને “ રાજ્ય તરફથી મળેલું સન્માન” વગેરે. ૧ ભગવાન મહાવીર સ્વામીની આઠમી પાટના આચાર્ય શ્રી સુહસ્તિસૂરિને ૧૨ પ્રધાન શિખ્યા હતા, જે પૈકીના પાંચમા અને છઠ્ઠા શિષ્ય આ સુસ્થિત તથા આ૦ સુપ્રતિબધે ઉદયગિરિની પહાઠી પર દોડવાર સૂરિમંત્રનો જાપ કર્યો આથી જનતાએ તેઓને “કેટિ” તરીકે જાહેર કર્યા, અને તેમના શિષ્ય-સંધ પણ વી. નિ.સં૨૦૦ લગભગમાં કેટિ-ગચ્છ ના નામથી પ્રસિદ્ધ થયે. (“તપગચ્છની ઉત્પત્તિ” શીર્ષક મુનિરાજ શ્રી દર્શનવિજયજી (દિહીવાળા)ના લેખમાંથી.) ૨ “અહો સાક્ષાત તપામૂર્તિ છે” એમ કહી ચિડાધિશ રાણા જૈત્રસિહે વૌરનીર્વાણ સંવત્ ૧૭૬૬ વિક્રમ સંવત ૧૨૮૬માં આચાર્યશ્રી જગતચન્દ્રસૂરિને મૃતપાની પદવીથી અલ કૃત કર્યા, ત્યારથી તેઓને શિષ્ય પરિવાર “તપગ” નામથી પ્રસિદ્ધિ પામે. એ સીદીઆ રાજવંશે પણ ત ગચ્છને પિતાને માન્ય છે. પછીના મેવાડના રાજાઓની વિજ્ઞપ્તિ, નગર શેઠના કુટુમ્બને સંબધ અને તપગચ્છીય આચાર્યો-હી પૂજેનું આજસુધી થતું સન્માન આ વાતની સાક્ષી પૂરે છે. ( “તપગચ્છની ઉત્પત્તિ" શીર્ષક લેખમાંથી.) For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646