Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

Previous | Next

Page 628
________________ [ ૫૮૪] શ્રી જૈન સત્ય પ્રકાશ - - - - - - - આ બાજુમાં વિશ્વમાં પ્રખ્યાત એવું, શત્રુંજય (સિદ્ધગિરીજી)ની ખ્યાતી ધરાવનારૂ શ્રી કાવીતીર્થનું મંદિર ઈટ, લાકડા અને માટીનું બનાવેલું બહુ જ જીર્ણ થઈ ગયેલું જે તેમના અંતઃકરણમાં સભા ઉદ્દભવ્યો કે જે આનો જીર્ણોદ્ધાર કરાવું તે મારી લક્ષ્મી સફળ થાય અને અહંદુધર્મ પામેલા આ મનુષ્યભવને પણ લાભ મલે. આવા પ્રકારનો સર્વોત્તમ વિચાર આવવાથી તેમણે યતના પૂર્વક શ્રી કાવીતીર્થમાં પિતાના પુણ્યાર્થે ભેળસો ને ઓગણપચ્ચાસ (૧૬૪૯)માં પિતાની કમાયેલી અઢળક લક્ષ્મી વડે શ્રી ઋષભદેવપ્રભુને નવો પ્રાસાદ બનાવરા અને તેની પ્રતિષ્ઠા શ્રીમદ્ વિજયસેનસૂરિએ કરી. આ પ્રાસાદના મૂલ નાયક પ્રથમ જિનેશ્વર શ્રી યુગાદિપ્રભુ આદિનાથજી છે. મંદિરનું શિખર ગગનમંડલને અડવા જાય છે. આ ભવ્ય પ્રાસાદ પૃથ્વી પર “યાવચંદ્રદિવાકર” જયંવતે વત્ત. આ ગામ પણ શ્રી યુગાદિ પ્રભુના પ્રાસાદના પ્રભાવથી સદાને માટે સમૃદ્ધિવાળું રહે. છે ઈતિ પ્રશસ્તિ : / શિલાલેખ રૂપ ગદ્ય લખાણને સારાંશ આ ગુજરમલમાં (ગુજરાતમાં આવેલા) વડનગરમાં નાગર કોમમાં લઘુશાખા ભદ્રસિયાણા ગોત્રમાં લ ડિકા ગાંધીને તેમની પત્ની પત્તીથી બાડુઆ (બાહુઆ) નામે પુત્ર થયે. તે બાહુઆએ પિતાના ત્રણ પુત્રો કુંવરજી, ધર્મદાસ અને સુવીરદાસ સાથે સંવત ૧૬૪૯ માગશર સુદ ૧૩ને સોમવારે સ્વય કમાયેલ અઢળગ લક્ષ્મી ખરચીને કાવીતીર્થમાં પિતાના પુણ્યાર્થે સર્વછત નામે શ્રી ઋષભદેવને પ્રાસાદ બનાવ્યા, અને તેની પ્રતિષ્ઠા તપગચ્છનાયક ભદારક પુરંદર શ્રી હીરવિજયસુરિની પાટને દીપાવનાર શ્રી વિજયસેનરિએ કરી. તે આ પ્રસાદ સદાકાળ જયવંતે વર્તે. શ્રી વિજયસેનસૂરિજીને ટુંક પરિચય આ શિલાલેખમાં શ્રી વિજયસેનસૂરિજી મહારાજ સંબંધી મુખ્ય ઉલ્લેખ છે એટલે તેમના સંબંધી કંઈક પરિચય આપવામાં આવે તે યોગ્ય જ લેખાશે. આ પૂજ્ય આચાર્ય મહારાજનો પરિચય “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ”માં આ પ્રમાણે આપેલ છે “૯ વિજયસેનસૂરિને પરિચય થોડે કહીયે-સં. ૧૯૩૩માં સુરતમાં ચિંતામણિ મિશ્ર વગેરે પંડિતોની સભા સમક્ષ ભૂષણ નામના દિગંબરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરી તેમને નિરૂત્તર કર્યા હતા. (વિજયપ્રશસ્તિ સર્ગ ૮, ક ૪૨ થી ૪૯) અમદાવાદના ખાનખાના સં. ૧૬ ૨૯-૧૬૪૬)ને ઉપદેશથી પ્રસન્ન કર્યો હતો. અને યોગશાસ્ત્રના પ્રથમ શ્લેકને તેમને ૭૦૦ અર્થ કર્યા હતા. કહેવાય છે કે તેમણે પોતે કાવી. ગંધાર, અમદાવાદ, ખંભાત, પાટણ વગેરે સ્થળોમાં લગભગ ચાર લાખ જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી. તેમના ઉપદેશથી તારંગા, શંખેશ્વર, સિદ્ધાચલ, પંચાસર, રાણપુર, આરાસણું અને વીજાપુર વગેરેનાં મંદિરોના ઉદ્ધાર થયા હતા. સ્વ. સં. ૧૬૭ર (તેમના ચરિત્ર For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646