________________
અમુક ૭].
ભગવાન મહાવીર અને માંસાહાર
[૩૮૩]
તેનાથી સંસ્કારિત કરેલ છે, તે શું? સુરમા બિજેરાને ગર્ભ (બિજારને મુરબ્બો) તેને તું લાવ. કારણકે તે નિરવઘ છે.
આમ કોષથી અને ટીકાકારોએ કરેલા અર્થથી બંને રીતે પોત” “માજર અને “કુકકુટીને અર્થ જાનવરવિશેષ નહિ, પણ વનસ્પતિ વિશેષ છે એ વાત સ્પષ્ટ છે.
એક બીજી વાત પણ વિચારવા જેવી છે. ભગવાન મહાવીરને આ વસ્તુ મંગાવવાની જરૂર પિતાને થયેલ ભરડાની શાંતિને માટે પડી હતી. મરડા જેવી ઉષ્ણુતાની બિમારીમાં કબૂતર કે કુકડાનું માંસ મંગાવે, તે અસંભવિત છે. કેળાને અથવા બિજેરાને મુરબ્બો આપી શકાય, કારણકે તે ઠંડાં ફળો છે. એટલે બુદ્ધિથી પણ આપણે વિચારી શકીએ કે આ પ્રસંગ માંસાહાર માટે નથી અને એટલા માટે વનસ્પતિ તરીકે કરાતો અર્થ જેમ પ્રસંગ અનુસરતો છે, તેમ કેષથી પણ તે અનુકૂળ છે; અને તેને ટીકાકારોએ પણ ટેકો આપ્યો છે.
ત્રીજી વાત એ છે કે ભગવાન મહાવીરે આ વસ્તુ યજ્ઞયાગાદિ કરનાર કોઈ બ્રાહ્મણને ત્યાંથી નથી મંગાવી, પરંતુ રેવતી શ્રાવિકાને ત્યાંથી મંગાવી છે. રેવતી એ સુલસા આદિ મુખ્ય શ્રાવિકાઓ પૈકીની શ્રાવકવ્રતધારિણી મુખ્ય શ્રાવિકા હતી. તેને ત્યાં માંસ રંધાતું હોય એ કલ્પના પણ અસ્થાને છે. જે ભગવાન મહાવીરને આ પ્રસંગે માંસ ગ્રહણ કરવાનું હતું તે તે પિતાના સાધુને ગમે તે કોઈ માંસાહારીનું જ ઘર બતાવતે; કારણકે તે વખતે ભિક્ષા માટે અમુક કુળોનું બંધન તે હતું નહિ, એ વાત થી. પટેલ પણ સ્વીકારે છે.
વિદ્વાન લેખકે પિતાના લેખના છેલ્લા પેરેગ્રાફમાં વિદ્યકીય દષ્ટિએ આ રોગ શું હવે જોઈએ? એનો વિચાર કર્યો છે. પરંતુ તે જેલેશ્યા ગમે તેવી વસ્તુ હોય, છતાં તે બાળનારી, ઉષ્ણતા ઉત્પન્ન કરનારી હોવી જોઈએ, એ તે નક્કી છે. ભગવાન મહાવીરના બે શિષ્યને તેની વધારે અસર થવાથી તે બળી જાય અને ભગવાન મહાવીરની આંતરશકિતની પ્રબળતાથી વધારે અસર ન કરે અને કેવળ શરીરમાં ઉષ્ણતા, દાહ, ગરમી ઉત્પન્ન કરે છે તે સ્વાભાવિક છે. અને તે ગરમીના ઉપશમનને માટે ઠંડા ઉપચારો જ ઉપયુકત લેખી શકાય.
– ૩ – વિદ્વાનોને એ સમજાવવાની જરૂર નથી કે દરેક ધર્મના પ્રાચીન ગ્રન્થમાં એવા અનેક શબ્દ આવે છે કે જે અત્યારે કંઈ બીજા જ અર્થમાં વપરાતા હોય છે, અને અત્યારે જે અર્થમાં તે શબ્દ વપરાતા હોય, તે જ અર્થમાં તે શબ્દો જે લઈ જવામાં આવે તે ઘણે જ અનર્થ ઉભો થાય. દાખલા તરીકે “ઐરાવણ' ઈન્દ્રના હાથીનું નામ મશહૂર છે, પરંતુ “પન્નવણા ” સૂત્રમાં “લકૂચફળ'ના અર્થમાં મૂકી છે.
મંડૂકી” એ દેડકીનું નામ પ્રસિદ્ધ છે, પરંતુ “ઉપાસકદશાંગ' સૂત્રમાં આણંદ શ્રાવકને અધિકારમાં આણંદ શ્રાવક વનસ્પતિનું પરિમાણ કરતાં “મંડૂકી ની છૂટ રાખે
છે. કારણ કે “મંડૂકી” એ “કાળી' નામની વનસ્પતિનું નામ છે. આ અર્થે મન ain Education કરિપતનથી પરંતુ નિઘંટુ આદિ સંસ્કૃત પ્રાકૃત કોષથી પણ જાણી શકાય છે. વ્યવ
પ્રાકૃત કોષો
Personal use only
www.jainelibrary.org