________________
[૪૦૨)
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ :
૩૭ ગોપાળજીભાઈએ એટલું જ જે સ્થલ દષ્ટિથી સૂત્રને વિચાર્યું હતકે જે ભગવાન મહાવીર પિતાના માટે કરેલો ખેરાક–એટલે સાધુ મહાત્માની રીતિથી અશુહ ખેરાક લેવાને નિષેધ કરે છે, અને સ્પષ્ટ જણાવે છે પvi મમ જે તે અર્થાત્ તે આધાકમ છે માટે તે હવે ખપે એવું નથી, તે મહાવીર ભગવાન, જે માંસનું ભક્ષણ નરકનું કારણ છે અને પિતે તેને તેવું જાહેર પણ કર્યું છે તે ખેરાક મંગાવે અને ખાવા તૈયાર થાય એ કદી પણ બનવા યોગ્ય છે ખરું? તરત જ માલમ પડત કે આધા કર્મીને પરિહાર કરનાર માટે માંસની કલ્પના એ કેવલ કપોલ પુરાણમાં જ શોભે તેવી કલ્પના છે.
૩૮ જાનવર અને પંખીના માંસમાં જુદાં જુદાં અવયવના જુદા જુદા ગુણે હોય છે. તે અહિં જે ચિકિત્સા માટે માંસ જ લેવું હેત તે તેનાં અવય-વિશિષ્ટ અવયવોને જણાવત.
૩૯ જનાવર અને પંખીના માંસમાં નરના માંસના અને માદાના માંસના જુદા જુદા ભાગના જુદા જુદા ગુણ હોવાથી જે અહિં, ગોપાળજીભાઈના કથન મુજબ, માંસ લેવાનું હેત તે આ પ્રસંગ એક ચિકિત્સાને પ્રસંગ હોવાથી તેને અહીં વિશેષપણે નિર્દેષ કરવો પડત.
૪૦ ગોપાળભાઈ એ વાત પણ હદયમાં નથી ઉતારી શક્યા કે શ્રી. રેવતીજી એટલી બધી દયાળુબાઈ છે કે તેણુએ તે પાક તૈયાર કર્યા પછી જેમ તેમ નહિ મેલતાં
કે મૂકેલ છે. અર્થાત્ આગંતુક જીવની હિંસાના ડરથી પાકને શીકે રાખનારી સચ્છલા બાઈ ઘરમાં માંસ રાંધતી હતી એ માન્યતા બુદ્ધિમાં શી રીતે ઉતરી શકે?
૪૧ જેનાગમમાં કોઈ પણ પ્રકારે માંસભક્ષણ કરાયું નથી એ ચોકક્સ સમજવું અને તેને માટે પરિહાર્યમીમાંસા વગેરે જાણવાની પણ ભલામણ કરવી આ પ્રસંગે અસ્થાને નથી.
અંતે એ જ અભિલાષા સાથે આ લેખની સમાપ્તિ કરવામાં આવે છે કે આ લખાણ વાંચી ગોપાળજીભાઈ આસક્તિ આદિનાં બોટાં બહાનાં નહિ કહાડતાં જૈન સમાજમાં અસલથી માંસને સર્ણ રીતે નિષેધ રહે છે એમ જાણી લેશે અને પિતાની ભૂલ પહેલી તકે સુધારી લેશે.
શ્રીસિદ્ધક્ષેત્ર (પાલીતાણા), વીર સંવત ૨૪૬૫.
1
Jain Education International
For Private
Eersonal Use Only
www.jainelibrary.org