Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

View full book text
Previous | Next

Page 522
________________ (૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ = ગુ. સિદ્ધરાજ જયસિંહદેવ અપુત્રીઓ મરણ પામ્યા એટલે તેની ગાદીએ ભીમદેવ રાજાને પુત્ર ક્ષેમરાજ (હરિપાળ) તેને પુત્ર ત્રિભુવનપાળ અને તેને પુત્ર કુમારપાળ આવ્યા. કુમારપાળ વિ. સં. ૧૧૯૯ના ભાગસર સુદી ૪ના દિવસે ગુજરાતને રાજા બન્યો. તેણે ૩૦ વર્ષ ૧ મહિને અને ૭ દિવસ રાજ્ય ભોગવ્યું, અને વિ. સં. ૧૨૨૯ના પિષ સુદી ૧૨ના દિવસે તેનું મૃત્યુ થયું. ગુ. કુમારપાળને મહિપાલ અને કીર્તિપાલ નામે બે ભાઈ હતા. ભેપાળદેવી અને દેવી નામે બે પત્ની તથા દેવળદેવી અને પ્રેમલદેવી નામે બે બહેન હતી. દેવલદેવીનું લગ્ન શાકંભરીના રાજા અર્ણોરાજની સાથે અને પ્રેમલદેવીનું લગ્ન મેઢારકના જાગીરદાર કૃષ્ણદેવ સાથે થયું હતું. એ કૃષ્ણદેવ-પ્રેમલદેવીને મહાબળભેજ નામે પુત્ર હતો. કુમારપાલને પુત્ર થયું નથી. પિતાની પછી કુમારપાળ ગાદીએ આવશે એ જાણ થતાં સિદ્ધરાજે કુમારપાળને મારવા માટે તનતોડ મહેનત કરી હતી, કિન્તુ તેમાં તેને સફળતા મળી નહીં. આ વિકટ અવસ્થામાં ક સત્ર શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી મંત્રી ઉદાયન અને વાગભટ્ટ, તથા આલિંગ સજજન કુંભાર (સગરા), ભીમસિંહ ખેડુત, દેવસી કટુક વાણુઓ અને સિરિ બ્રાહ્મણે કુમારપાળને કિંમતી મદદ કરી હતી. કુમારપાળે પણ રાજ્ય પ્રાપ્ત થતાં તે દરેકના ઉપકારનો ગ્ય બદલ વાળી આપે છે, અને પિતાની કૃતજ્ઞતા પ્રગટ કરી છે.' આ સિવાય રાજ્યપ્રાપ્તિ સમયે મઢારકના સ્વામી (કુમારપાળના બનેવી) કૃષ્ણદેવે પણ કુમારપાળને સહકાર આપ્યો હતો, પરંતુ તેનાં અપમાન ભય વચનથી ગુસ્સે થઈ કુમારપાળે તેને મારી નાંખ્યો હતો. સંભવ છે કે તેના પુત્ર મહાબળને યોગ્ય સત્કાર કર્યો હશે. સં ૧૨૭૩ની શ્રીધરની દેવપત્તનવાળી પ્રશસ્તિમાં શોભના પુત્ર સચીવવલ્લે કુમારપાળને રાજ્યાભિષેકમાં સહાય કરવાનું સૂચન છે, કિન્તુ ગુરુ કુમારપાળે પિતાના ઉપકારીઓની નોંધમાં (યાદીમાં) તેને યાદ કર્યો હોય કે ઇનામ આપ્યું હોય તેનું પ્રમાણ મળી શકતું નથી. શ્રી. ગે. હા. દેશાઈએ પણ તેની નેંધ લીધી નથી. સામ્રાજ્ય-નિર્માણ ગુર્જરેશ્વર કુમારપાળે પિતાના શાસનના પૂર્વાર્ધ કાળમાં અનેક યુદ્ધ કર્યા છે. આ બધામાં શાકંભરીને અર્ણોરાજ સાથેનું યુદ્ધ બહુ જ મહત્ત્વનું લેખાય છે. સૈન્ય ફુટી જવાથી બીજાની સહાય વિના જ-પતે એકલાએ જ આ યુદ્ધમાં વિજય મેળવ્યો હતે. આશરે સં. ૧૨૦૦માં એટલે રાજ્યાભિષેક પછી તુરતમાં જ આ યુદ્ધ થયું હતું અને તેમાં તેની મહારાજાધીશ્વર પદની યોગ્યતા સાબીત થઈ હતી. ત્યારપછી માળવાન કહેવાય છે. (પૃ. ૧૫૦) દુર્લભરાજ જેના મને પણ માનતે હોય એમ જણાય છે (૫ ૧૫૨) જનધમી ભીમને હું મારી બહેન નહી પરણાવું.” (પૃ. ૨૦૬) બારમાં ગુજરાતી સાહિત્ય સમેલન (અમદાવાદમાં)માં ઈતિહાસ અને પુતરવ વિભાગના અધ્યક્ષ શ્રીમાન જિનવિજયજીના વ્યાખ્યાન પૃ ૧૧ માં ગુજરશ્વર મૂળરાજના યુવરાજ ચામુંડા વિ. સં. ૧૯૩૩માં વડસમાના જિનમંદિરની પૂજા માટે આપેલ મિદા નના તામ્રપત્રનું સૂચન છે. Jain Education Internati . બ ને. હા. દેશાઈ કૃત ગુજરાતને પ્રાચીન ઇતિહાસ પ. ૧૮૫ જુએ. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646