Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

Previous | Next

Page 616
________________ [ પણ] મી જન સત્ય પ્રકાશ જેઓ દેશ કુલ જાતિ રૂપ આદિ અનેક ગુણોથી સંયુક્ત છે, અને ચાલતા જમાનામાં મુખ્ય હોય છે તેઓને હું નમસ્કાર કરું છું. જેઓ હમેશ અપ્રમત્ત હેઈ રાજ કથા, દેશ કથા, ભક્ત કથા અને સ્ત્રી કથા આદિ વિકથાઓથી વિરક્ત હોય છે, કેધાદિ કષાને જેમણે સર્વથા ત્યાગ કરે છે, અને હમેંશ ધર્મોપદેશમાં મગ્ન હોય છે એવા સમર્થ આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેઓ પંચાચારમાં વિસ્મૃત થનારાઓને સાર . ( સ્મારણ-યાદ કરાવવું), અશુદ્ધ આચરણાદિ કરનારાઓને વારણા (વારવું), અધ્યયન આદિમાં ચેય (પ્રેરણું ), અને પ્રસંગે કઠોર વચન સંભળાવીને પણ પડિયણ કરે છે, અને આ પ્રમાણે સારણ, વારણ, ચોયણું અને પડિચોયણુ કરી પોતાના ગચ્છની રક્ષા કરે છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેઓ સૂત્રનું રહસ્ય જાણીને પરોપકાર કરવામાં તત્પર રહી તત્વના ઉપદેશનું દાન કરી રહ્યા છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. સૂર્ય સમાન પ્રકારને કરતા અરિહંત ભગવાને અને ચંદ્ર સમાન પ્રકાશને કરતાં સામાન્ય કેવલજ્ઞાની ભગવાને અરત પામે છતે દીપકની પેઠે જગતમાં પદાર્થોને પ્રકટ કરે છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેના ઉપર અતિશય પાપનું આક્રમણ થઈ રહેલું છે, અને તેથી જેઓ સંસારરૂપી મહાન અંધકૃપમાં પડી રહેલા છે તે છે કે જેઓ નિસ્તાર કરે છે તે આચાય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેઓ જીવોનું માતા, પિતા અને બાંધવા વગેરે કરતાં પણ અધિક કાર્ય સાધે છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેઓ ઘણી લબ્ધિઓથી સમૃદ્ધ હવાથી અતિશયવાળા છે, અને જિનશાસનને દીપાવવા રાજા સરખા છે, અને ચિન્તા રહિત છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. in Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646