Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

Previous | Next

Page 615
________________ બક ૧૨] શ્રી નમસ્કાર મહામંત્ર-મહાભ્ય [૫૧]. ૪. “આ”—એટલે ઈષત-કાંઈક-અપરિપૂર્ણ અને ચાર એટલે હેરિક-દૂત, એ બે ભેગા થાય એટલે આચાર શબ્દ થાય તેને અર્થ ચાર જેવા એમ કરી શકાય, એટલે યુક્તાયુક્ત વિભાગનું નિરૂપણ કરવામાં જે ચતુર શિષ્ય તે શિષ્યોમાં યથાર્થ શાસ્ત્રને ઉપદેશ કરવામાં જેઓ સાધુ (નિપુણ) તે આચાર્ય કહેવાય.૧ આ પ્રમાણે જુદી જુદી રીતે આચાર્ય શબ્દના અર્થ કરવામાં આવે છે. જે એ આચાર્ય ભગવાન પાંચ આચારને અનુષ્ઠાનરૂપે પિતે આચરે છે, વ્યાખ્યાનદ્વારા તેને ઉપદેશ આપે છે, અને પડિલેહણ આદિ ક્રિયાદ્વારા એ આચાર દર્શાવે છે, તેથી મુમુક્ષુઓથી તેમની સેવા કરાય છે. આચાર્ય ભગવાન સૂત્ર અને અર્થ બન્નેના જાણકાર હેય, ઉત્તમ લક્ષણવાળા હય, ગછના મેધીભૂત એટલે આધારભૂત સ્થભનાયક હય, ગણુની ચિંતા પ્રર્વતક આદિને સોંપેલી હોવાથી તેનાથી મુક્ત થયેલા હમેશાં પંચાચાર પાળવામાં ઉધમવંત હોય અને બીજાઓની પાસ પળાવવામાં ઉપદેશથી અને ક્રિયાથી સાવધાન હોય, તપ, નિયમ અને જ્ઞાનરૂપ વૃક્ષ પર આરૂઢ થયેલા અનન્ત જ્ઞાનવાળા તીર્થકર ભગવાન ભવ્ય જિનેને બંધ કરવા માટે તે વૃક્ષ પરથી જ્ઞાનરૂપ પુષ્પની વૃષ્ટિ કરી ગયેલા છે અને તે પુષ્પને બુદ્ધિરૂપી પટમાં ગણધર મહારાજાએ ઝીલી લઈ સૂત્ર ગૂંથી રાખ્યાં છે તે સૂત્રો અને તેના અર્થનું જ્ઞાન પિતે મેળવેલું હોય છે અને તે જ્ઞાન તેઓ શિષ્યોને આપવા માટે હમેશાં તત્પર હોય છે, અનેક પ્રકારે શાસ્ત્રોમાં ગણવેલા, છત્રીશ ગુણોએ કરીને જેઓ યુક્ત છે, તથા આચાર સંપત, મૃત સંપત, શરીર સંપત, વચન સંપત વાચન સંપત, પ્રયાગમતિ સંપત અને સંગ્રહપરિજ્ઞા સંપત એ આઠ પ્રકારની સંપત અથવા વિભૂતિવાળા, તેમજ આચારવિનય, અવિનય, વિક્ષેપણ વિનય, અને દેષ પરિઘાત વિનય-એ ચાર પ્રકારના વિનય યુક્ત હેવાથી જેઓ પરમ ઉપકાર કરી રહ્યા છે એવા સ્વપર હિતકારી આચાર્ય ભગવાન સર્વદા પૂજ્ય છે. પએમને કરેલ નમસ્કાર પણ અરિહંત અને સિદ્ધ ભગવાનને કરેલા નમસ્કારની માફક હજાર ભવથી મુકાવે છે, બોધિબીજની પ્રાપ્તિ કરાવે છે, અપધ્યાને દૂર કરે છે અને પરમ મંગળરૂપ છે. આવા પરમ હિત કરનાર શ્રી આચાર્ય ભગવાનના ગુણગ્રામનું સ્મરણ કરવા પૂર્વક આપણે વંદન કરીએ. જે આચાર્ય ભગવાન પાંચ પ્રકારના આચારને પોતે આચરે છે અને લોકોના અનુપ્રહ માટે સદા પ્રકટ કરે છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. १ आ इषत् अपरिपूर्णा इत्यर्थः। चारा हेरिका ये ते आचाराः चारकल्पाः इत्यर्थ । युक्तायुक्तविभागनिरूपणनिपुणा विनेया:, अतस्तेषु साधवो यथाबन्छास्त्रार्थोपदेशकतया इति आचार्या । ૨ જુએ વિ. આ. ગા. ૩૧૯૦ છે જુઓ આ. ગા. ૧૦૯૪-૯૫ ૪ જુઓ પ્ર. સા. ગા. ૫૪૧ થી ૫૪૮ પૃ. ૧૨૮-૨૯ ૫ જાઓ આવરયા સૂત્ર, પૃ. ૪૪૮ ૬ જાએ સિરિવાલા ગા. ૧૨૩૬ થી ૧૨૪૪, Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646