________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય
– ટૂંક પરિચય ]
લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી स्तुमस्त्रिसन्ध्यं प्रभुहेमसरेरनन्यतुल्यामुपदेशशक्तिम् । अतीन्द्रियज्ञान निजितोऽपि यः क्षोणिभर्तुळधितप्रबोधम् ॥ १ ॥ सत्वानुकम्पा न महीभुजां स्यादित्येष क्लुप्तो वितथः प्रवादः । जिनेन्द्रधर्म प्रतिपद्य येन प्रलाध्यः स केषां न कुमारपालः ? ॥ २ ॥
–થોમામાવાઈ જેમનું અમર કાર્ય અને શુભ નામ જન સાહિત્યાકાશમાં જ નહિ અપિતુ ભારતીય સાહિત્યાકાશમાં શરદ્દ પૂર્ણિમાના ચંદ્રની માફક પ્રકાશી રહ્યું છે તે શ્રી હેમચંદ્રાચાર્યનું સ્થાન સંસારભરના અસાધારણ વિદ્વાનો, કવિઓ અને તત્વજ્ઞાનીઓમાં ઘણું જ ઊંચું છે. હેમચંદ્રાચાર્યમાં અગાધ વિદ્વત્તા અને અલૌકિક પાંડિત્ય હતાં. એમની સર્વતોમુખી પ્રતિભાએ સંસ્કૃત સાહિત્યનું મુખ ઉજજવલ કર્યું છે. જુદા જુદા વિષયના એમણે જે અનેક મહાન ગ્રંથ લખ્યા છે એ જોતાં ક્ષણભર આપણને આશ્ચર્ય થાય કે એક જ વ્યકિત સર્વ વિષમાં સંપૂર્ણ સફળ કેમ નિવડી હશે ! ગુજરાતમાં કે અન્યત્ર એમને જે સફળ વિદ્વાન અદ્યાવધિ નથી પા. ગુજરાતના આ સુપુત્રે ગુજરાતના પાંડિત્યને, ભારતીય દિગ્ગજ પંડિત, વિદ્વાને, સાહિત્યશાસ્ત્રીઓ, યોગીશ્વર અને તત્ત્વજ્ઞાનીઓમાં મુખ્ય સ્થાન અપાવ્યું છે, અને ગુજરાતને ગૌરવવતુ બનાવ્યું છે.
જન્મ અને દીક્ષા આ મહાન આચાર્ય દેવને જન્મ વિક્રમ સંવત ૧૧૪૫ના કાર્તિક શુદિ પૂર્ણિ માએ ધંધુકામાં થયે હતો. તેમના પિતાનું નામ ચાચિંગ, માતાનું નામ પાહિની અને તેમનું પિતાનું નામ ચાંગદેવ હતું. તેમણે બહુ જ નાની ઉમ્મરે શ્રીદેવચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને તે વખતે તેમનું નામ મુનિ સેમચંદ્ર રાખવામાં આવ્યું હતું. મુનિ સોમચંદ્ર, પિતાના પૂર્વ જન્મના શુભ સંસ્કારોના બળે કહીયે યા તે તીવ્ર સ્મરણશકિતના પ્રતાપે કહીયે, ટુંક મુદતમાં જ જૈનશાસ્ત્રોનું ગંભીર જ્ઞાન-રહસ્ય મેળવી લીધું. સાથે જ અર્જુન શાસ્ત્રોને પણ, સુવિશાલ હદયથી, અભ્યાસ કરી લીધો. સં. ૧૧૫૦માં તેમની દીક્ષા થઈ હતી. અને સં. ૧૧૬૬માં અક્ષય તૃતીયા (વૈશાખ શુદિ ૩)ના વિજય મુહૂર્ત આચાર્ય પદવી થઈ. આમ માત્ર એકવીશ વર્ષની યુવાન વયે જૈન શાસનની સર્વોત્તમ પદવી તેમને આપવામાં આવી અને તેમનું નામ “શ્રી હેમચંદ્રસૂરિજી” રાખવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org