________________
તંત્રી સ્થાનેથી
માંસાહારની ચર્ચા અંગે
શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ગયા અંકમાં પ્રસ્થાન'ના પોષ માસના અંકમાં પ્રગટ થયેલ માંસાહારની ચર્ચા અંગેના શ્રી ગેાપાળદાસ પટેલના નિવેદનનેા ઉલ્લેખ અમે કર્યો છે. તે વખતે શ્રી. ગાપાળદાસ ભાઈના એ નિવેદન અંગે કંઈ પણ વિશેષ ન લખતાં, તેમની સાથે પત્રવ્યવહાર કરવાનું અમે જણુાવ્યું છે.
આ પત્રવ્યવહાર કરવાના અમારા આશય એ હતા કે આ પ્રશ્નને બની શકે તેટ છે! જાહેર રીતે ચર્ચા અને આપસઆપસની સમજુતીથી સૌ કાઇનું યાગ્યે સમાધાન થાય એવા ભાગ શોધી કાઢવા. આ હેતુ પાર પાડવા માટે અમને સૌથી સારા માર્ગ એ લાગ્યા હતા અને હજી ય લાગે છે કે-આ પ્રશ્ન અંગે શ્રી. ગેાપાળદાસભાઈની, આપણા કાઈ એક આગમના જાણકાર વિદ્વાન પૂજ્ય આચાર્ય મહારાજ સાથે મુલાકાત કરાવી આપવી, અને એ રીતે તેમને આપણું-જૈનનું આ પ્રશ્ન અંગેનું શાસ્ત્રીય દૃષ્ટિબિંદુ સમજવાને સુયાગ મેળવી આપવે.
આ માટે અમે શ્રી. ગેાપાળદાસ ભાઈને પત્ર લખ્યા અને પૂછાવ્યું આવી મુલાકાત તેમને કયા સમયે સગવડભરી થઈ પડશે. આના જવાબમાં તેમણે જણાવ્યું કે “ એ જાતની ચર્ચાઓમાં ભાગ લેવાનું મને સ્વભાવથી જ ફાવતું ન હેાવાથી હું ઝટ તેને ઠેકાણે દોડી જવા ચ્છિા કરી શકતા નથી.” એટલે કે “સ્વભાવગત દોષને લીધે આપનું આમત્રણ સ્વીકારી શકતા નથી.’”
શ્રી ગાપાળદાસ ભાઇએ આવા જવાબ આપવાનુ પસંદ કરીને અમારા આમંત્રણના જે ઈન્કાર કર્યો છે તે ખરેખર કમનશીખી છે. તેમની પાસેથી અમે આવા ઉત્તરની આશા નહોતી રાખી. કોઈ પશુ સત્ય-શોષક કે તત્ત્વજિજ્ઞાસુ પાસેથી આવા ઉત્તરની આશા ન જ રાખી શકાય. કેવળ સ્વભાવગત દોષના કારણે આ રીતે સત્ય વસ્તુ સમજવામાંથી પાછા પડવું એ કઇ રીતે વ્યાજબી ગણી શકાય ?
એકખીજાનું દષ્ટિબુિદું સમજવાને સૌથી સારા માર્ગ તે આવી મુલાકાત છે. જ્યાં પત્રવ્યવહાર કે સામસામા લખાતા લેખે ધાર્યું પરિણામ નથી નીપજાવી શકતા ત્યાં આવી સીધી મુલાકાતે ધાર્યા કરતાં પણ સારૂં પરિણામ લાવી શકે છે-જો એ જિજ્ઞાસુવૃત્તિની હોય તેા. આ પ્રશ્ન અંગે પણ જો આવી મુલાકાત થઈ શકી હાત તે જરૂર બહુ સારૂં પરિણામ આવ્યું હાત એમ અમને લાગે છે.
શ્રી ગાપાળદાસ ભાઈ એ આવી મુલાકાત માટેના ઇન્કાર લખતાં પહેલાં આ માંસાહારના પ્રશ્નની ગંભીરતા વિચારી હે।ત તા સારૂ થાત. એમને મન ભલે એ શેાધખોળ પૂરા જ પ્રશ્ના ઢાય પણ જૈને મન તા એ એક ધાર્મિક પ્રશ્ન છે કે જે હૃદયની ઊંડામાં ઊંડી લાગણીઓને સ્પર્શ કરે છે. શ્રી ગાપાળદાસ ભાઈ એ આ લાગણીઓને પણ વિચાર કરવા જોઇતા હતા, આવા એક અતિ મહત્ત્વના પ્રશ્ન અંગે કેવળ સ્વભાવ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International