________________
અંક ૯]
હેમચંદ્રાચાર્ય
[ પ૧૯ ]
રાજાની કે કોઈની પણ શેમાં દબાયા સિવાય યથાર્થ રાજધર્મ સમજાવ્યા છે. રાજાને પ્રજાના રક્ષક અને પિતા બનવા સલાહ આપી છે. પ્રજાના કષ્ટ ફેડયાં છે. અનેક કારભાર દૂર કરાવ્યા છે. રાજાને સર્વધર્મસમભાવ કેળવવાની પૂરેપૂરી તાલીમ આપી સત્યધર્મ બતાવ્યા છે. અહિંસાને વિજય વાવટા ફરકાવવા સાથે અહિંસાનું શુદ્ધ અને સાત્વિક સ્વરૂ૫ દર્શાવી અહિંસાને નામે પડેલી વિકૃતિ, કાયરતા આદિ દૂર કર્યા છે અને સાચી અહિંસાની અમેઘ શકિત બતાવી રાજા પ્રજાને સન્માર્ગે વાળવાનું ભગીરથ કાર્ય કર્યું છે. અને તે દ્વારા રાજાનું, પ્રજાનું અને સમસ્ત રાષ્ટ્રનું હિત વિચાર્યું છે.
તેમણે પિતાની સ્વયંભૂ અને સર્વમુખી પ્રતિભાના બળે ગુજરાતને સાહિત્યને અપૂર્વ ખજાને ભેટ કર્યો છે. શ્રીસંપન્ન ગુજરાતને ધીસંપન્ન ભંડારથી ભરપૂર બનાવ્યું છે. તેમણે જીવનભરમાં શત્રુઓ પ્રત્યે વિરોધ નથી દર્શાવ્યું. વિરોધીઓને પ્રેમથી સમજાવી પોતાના કર્યા છે. શત્રુઓને મિત્ર બનાવ્યા છે અને નિત્તિ જે નમૂને સિદ્ધાંત જીવનમાં વણી લઈ, સાંપ્રદાયિક વિષથી સદા પર રહી, વધર્મ સિદ્ધાંતને પ્રચાર કર્યો છે.
ટુંકમાં હેમચંદ્રાચાર્ય એ યુગપ્રભાવક થયા છે, એથી એમને સમય હમયુગના નામથી પ્રસિદ્ધ છે. ગુજરાતમાં લક્ષ્મીની સાથે સરસ્વતીની ઉપાસના થઈ એ આ યુગને જ પ્રતાપ છે. તેમના શિષ્યોએ સેંકડો ગ્રંથ જેમાં વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, નાટક, ચપુ, કાવ્યો, ધર્મ , દર્શનશાસ્ત્ર આદિ ગ્રંથો બનાવ્યા છે તેમજ વાદ શ્રી દેવસરિ, મલવાર્દિ અભયદેવસૂરિ, રત્નપ્રભસૂરિ રિનકરાવતારિકાના કર્તા] આદિ આ યુગનાં વિશિષ્ટ રને છે. એવે સુવર્ણયુગ પુનઃ ગુજરાતમાં ઉતરે અને પુનઃ એ પ્રતિષ્ઠા મળે એમ સૌ ઇચ્છે છે.
જે આચાર્યનું આવું ઉજજવલ ચરિત્ર હોય એમને માટે પણ કલ્પિત, નિરાધાર અને અસત્ય ઘટનાઓ ખડી કરવામાં આવી છે એ બહુ જ દુઃખની વાત છે. એમાં ૧ હેમચંદ્રાચાર્યનું જ નહિ, માત્ર જૈનધર્મનું જ નહિ, કિન્તુ સમસ્ત ગુજરાતનું અપમાન છે. એ આપણી ક્ષુદ્રતા અને સાંપ્રદાયિકને જ પ્રતાપ છે કે આપણે આવા પુરૂષને શુદ્ધ ગુણેને નથી જાણી શકતા, રાસમાળામાં ઝમેરને પ્રસંગ અને મૃત્યુ સમયને પ્રસંગ તદન જુઠ્ઠો, પ્રમાણ રહિત અને નિરાધાર છે. એમાં સત્ય ઈતિહાસનું ખૂન થયું છે. આ જ રીતે શ્રી. ક. મા. મુનશીએ પણ આચાર્યશ્રીને જરૂર અન્યાય કર્યો છે. ગુજરાતનો નાથ' અને “રાજાધિરાજ”ની ઘટનાઓમાં સત્યને અંશ માત્ર નથી.
શ્રી હેમચંદ્રાચાર્યજીના ટુંકા પણું મહત્ત્વના ચરિત્ર માટે સયાજી-જ્ઞાન બોલમાલા ૧૩૮મા પુષ્પ અહેમચંદ્રાચાર્ય પંડિત બહેચરદાસ કૃત પુસ્તક જેવા સીને ભલામણ કરૂં છું. એમાં હેમચંદ્રાચાર્યની વિશદ ઉજજ્વલ મૂર્તિ સાક્ષાત થાય છે, પાટણ અને ગુજરાતની પ્રભુતા નજરે પડે છે.
અન્તમાં આ મહાન જ્યોતિર્ધર આચાર્ય મહારાજના જીવનને પુણ્યથા પૂર્ણ કરતાં, એમના ગુણો, સદાચાર, વિનય વિદ્વત્તા, નમ્રતા, અસાંપ્રચયિતા આદિને વાચક પિતાના જીવનમાં ઊતારે એ શુભેચ્છા પૂર્વક છેલ્લે ડે, પીટર્સના શબ્દોમાં એ “જ્ઞાનસાગરને વંદના કરી વિરમું છું,
[નોંધ-આ લેખમાં મેં પ્રભાવચરિત્ર, પ્રબંધચિંતામણિ, હેમચં ચ પિડિત Jain Educatબેચરદાસ 13 ની સહાયતા લીધી છેor]Private & Personal Use Only
www.jainelibrary.org