________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના
વિકાસનાં નિમિત્તો [ કેટલીક પ્રારંભિક ઘટનાઓને ઉલ્લેખ ]
લેખક–મુનિરાજ શ્રી ઉરધરવિજયજી કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય જેવી મહાન વિભૂતિઓ, શ્રી મહાવીરદેવે સ્થાપન કરેલ શાસનની ધુરાને વહન કરે, તેમજ આધુનિક યુગને પિછાણી, જનતાને ઉત્તમ સંસ્કારથી ફરી સંસ્કારિત બનાવે, તે સૌ કોઈ સહૃદય ઈચ્છે. તેવી ઈચ્છા પૂર્ણ કરવાને માટે શ્રી હેમચંદ્રાચાર્યની પ્રગતિનાં જે વિશિષ્ટ કારણો હતાં, તેનું જ્ઞાન મેળવી, તેવાં કારણે તો યોગ ફરી મેળવવા પ્રયત્ન કરવા જોઈએ. તેથી તેમની પ્રગતિનાં જે વિશિષ્ટ નિમિત્તો જોવામાં આવે છે તેને અહીં સંક્ષેપથી નિર્દેશ કર્યો છે.
એક આચાર્યની તીવ્ર અને વેદના દરેક કાર્યનું મૂળ વિચારણા છે. તે વિચારણા કાર્યમાં પરિણમવા જેટલી બળવતી એટલે કે સક્રિય હોય તે તે અવશ્ય કાર્યસિદ્ધિ કરી શકે છે. શ્રી હેમચન્દ્રાચાર્યની ઉત્પત્તિમાં એવી એક વિચારણા કારણભૂત છે, તે આ પ્રમાણે–
વિક્રમની ૧૨ મી સદીમાં પૂર્ણતલગચ્છના આચાર્ય શ્રી દેવચંદ્રસૂરિજીના હૃદયમાં એક વાર વિચારણા થઈ કે--“પૂર્વે પાદલિપ્તસૂરિજી, ભપ્પભટ્ટસૂરિજી, વજસ્વામીજી, આર્ય ખપટાચાર્ય વગેરે ઘણું શાસનના પ્રભાવક થયા. હાલમાં અમારા જેવા ઘણા આચાર્યો હોવા છતાં, વિશિષ્ટ શક્તિના અભાવે વિધર્મીએ જૈનધર્મને પરાભવ કરે છે, અને અમે તે સગી આંખે નિહાળ્યા કરીએ છીએ તેથી અમને ધિક્કાર છે.' આ પ્રમાણે શાસન-સેવાના તીવ્ર વિચારેએ તેમને શાસનની ઉન્નતિને માટે સૂરિમંત્રની આરાધના કરવા પ્રેર્યા અને તેમણે ખૂબ પ્રયત્ન પૂર્વક તેની આરાધના કરી. આથી મંત્રપીઠની અધિષ્ઠાયિકાએ પ્રત્યક્ષ થઈ દેવચંદસૂરિજીને કહ્યું કે
“દધુકા નગરમાં તમે દેવવંદન કરતા હશો ત્યારે એક પાહિણી નામની શ્રાવિકા પિતાના પગને લઈને આવશે અને તે બાળક આપના આસન પર રહીને આપને વંદના કરશે. તે પાહિણી અને ચાચિગને પુત્ર ચાંગદેવ શાસનને પ્રભાવક થશે.”
આ પ્રસગને સાક્ષાત્કાર કરાવતું વર્ણન કુમારપાલ મહાકાવ્ય આપવામાં આવ્યું છે.
આ પછી દેવચંદ્રસૂરિજી ધંધુકે જાય છે, અને પંચ શકસ્ત દેવવંદન કરે છે. તે સમયે એક શ્રાવિકા–પિતાના પુત્રની સાથે ત્યાં આવે છે. શ્રાવિકા દેવને નમસ્કાર તથા
સ્તુતિ કરી ગુરૂવંદન કરે છે. માતાના કહેવાથી પુત્ર પણ ગુરૂ મહારાજની નિષદ્યા ઉપર રહીને ભૂમિને લલાટ સ્પર્શે તે રીતે વંદન કરે છે. ગુરૂમહારાજ ધર્મલાભ કહી શાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org