________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિના શિષ્ય શ્રીવઠ્ઠ માનગણિત
એક અનેકાર્થ કૃતિ
લેખક–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ જૈનાચાર્યોએ રચેલા જન સાહિત્યરાશિમાં વ્યાકરણ, કાવ્ય, કેષ, અલંકાર, છંદ, જ્યોતિષ, વૈદ્યક, ન્યાય, સામુદ્રિક વગેરે સાહિત્યના દરેક અંગને લગતા ગ્રંથે જેમ વિશાળ પ્રમાણમાં દષ્ટિગોચર થાય છે, તેમ અનેકાર્થ ગ્રંથ પણ સળી આવે છે. આ ટુંકા લેખન અંદર એવા એક અનેકાર્થ ગ્રંથની ઓળખાણ આપવાનું મેં યોગ્ય ધાર્યું છે.
આ અનેકાર્થ કૃતિની પાટણમાં બિરાજતા વિદર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં ઘણા જ બારીક અને સ્પષ્ટ અક્ષરોમાં લખેલી ત્રણ પાનાની એક પ્રતિ છે, જે પ્રતિના ઉપરથી જ સ્વર્ગસ્થ દક્ષિણવિહારી મુનિમહારાજ શ્રી અમરવિજયજીના શિષ્ય વિદ્રરત્ન શ્રી ચતુરવિજયજીએ સંપાદિત કરેલા “અનેકાર્થ સાહિત્ય સંગ્રહ ભાગ ૧ લા” માં, આ કૃતિ મારા તરફથી શરૂ કરવામાં આવેલી “શ્રી જૈન પ્રાચીન સાહિત્ય દ્ધાર ગ્રંથાવલિ”ના બીજા પુષ્પ તરીકે વિ. સં. ૧૮૮૧ માં તેના ગુજરાતી ભાષાંતર સાથે (મૂલ્ય બે રૂપિયા) તથા શ્રી કુમારપાલ પ્રતિબંધના કર્તા શ્રી સમપ્રભસૂરિવરચિત બીજી અનેકાર્થ કૃતિ તેના ભાષાંતર સાથે સૌથી પ્રથમ પ્રસિદ્ધ કરેલી હોવા છતાં તે તરફ જૈન તથા જૈનેતર વિદ્વાનેનું ધ્યાન આકર્ષાયેલું હોય તેમ જણાતુ નથી.
અફસેસની વાત તે એ છે કે આ અનેકાર્થ કૃતિ જે “કુમારવિહાર પ્રશસ્તિ કાવ્ય”ના ૮૭ મા ક ઉપર રચવામાં આવી છે, તે કાવ્ય માટે ઘણું ઘણું તપાસ કરવા છતાં હજુ સુધી પત્તો લાગતો નથી. કોઈ પણ વિદ્વાન મહાશયના જાણવામાં તે કાવ્ય આવે તે તે તરફ આ લેખના લેખકનું લક્ષ દેરવા વિનંતી છે.
શ્રી વર્ધમાન ગણિ આ અનેકાર્થ કૃતિની શરૂઆતમાં જ પોતે શ્રી હેમચંદ્રસરિના શિષ્ય હોવાનો ઉલ્લેખ આ પ્રમાણે કરે છે
श्रीहेमचन्द्रसरिशिष्येण वर्द्धमानगणिना कुमारविहारप्रशस्ता काव्येऽमु. ज्मिन् पूर्व षडथै कुतेऽपि कौतुकात् षोडशोत्तरशतं व्याख्यानां चके। ' અર્થાત–બહેમચંદ્રસૂરિના શિષ્ય શ્રી વધમાનગણિએ કુમારવિહાર પ્રશસ્ત કાવ્યના (૮૭ મા શ્લોકના) પ્રથમ પતે છ અર્થ કર્યા હતા, છતાં કુતૂહલની ખાતર ૧૧૬ એકસો સળ અર્થ કરે છે.
આ ઉલ્લેખ સિવાય તેઓશ્રીની ગૃહસ્થ અવસ્થાની જ્ઞાતિ, જન્મસ્થળ માતાપિતાનાં નામ, જન્મ, દીક્ષા અથવા રવર્ગવાસ વગેરે સંબંધી કાંઈ પણ માહિતી મળી આવતી નથી. માત્ર શતાથના રચયિતા શ્રીસેમપ્રભસૂરિકૃત કુમારપાળઝળેિ. પ્રશસ્તિમાં આપેલા–
हेमसरिपदपङ्कजहंसः श्रीमहेन्द्रमुनिपैः श्रुतमेतत् ।। वर्धमान-गुणचन्द्रगणिभ्यां साकमाकलितशास्त्ररहस्यैः ।।
આ લેક ઉપરથી વિ. સં. ૧૨૧૪ સુધી તેઓનું અસ્તિત્વ સ્વીકારી શકાય છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org