________________
શ્રી નમસ્કાર મહામંત્ર-માહામ્ય
લેખક-શ્રીયુત સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી
બી. એ., એલ. એલ. બી. રિટાયર્ડ સ્મો. ક. જજ
(ક્રમાંક ૪થી ચાલુ) અરિહંત ભગવાનના સંબંધમાં કાંઈક જાણ્યા પછી હવે સિદ્ધ ભગવાનના સંબંધમાં આપણે કાંઇક જોઇએ. “સિદ્ધ” શબ્દના અર્થને વિચાર કરતાં આપણને જણાશે કે એ શબ્દ મૂળ ધાતુ “ત્તિ' ઉપરથી નીકળેલો છે. “ત્તિ ધાતુનું એ ભૂતકૃદંત છે. એને અર્થ “તૈયાર થયેલો”, “પાર પામેલો” એવો થાય છે. તૈયાર થવાનો તેને સિદ્ધ ન કહી શકાય, તેને સાધનીય કહેવાય. જે ગુણમાં અથવા જે ગુણ વડે જે સિદ્ધ થયા હોય એટલે નિષ્પન્ન થયો હોય, પરાકાષ્ઠાને પહોંચ્યું હોય, સંપૂર્ણ થયું હોય તે તેમાં સિદ્ધ કહેવાય. એવા સિદ્ધ ચૌદ પ્રકારના હોય છે. (૧) નામસિદ્ધ, (૨) સ્થાપનાસિદ્ધ, (૩) દ્રવ્યસિદ્ધ, (૪) કર્મસિદ્ધ, (૫) શિલ્પસિદ્ધ, (૬) વિદ્યાસિદ્ધ, (૭) મંત્રસિહ, (૮) ગસિદ્ધ, (૮) આગમસિદ્ધ, (૧૦) અર્થસિદ્ધ, (૧૧) યાત્રા સિદ્ધ, (૧૨) અભિપ્રાય અથવા બુદ્ધિસિદ્ધ, (૧૩) તપસિદ્ધ અને (૧૪) કર્મક્ષયસિદ્ધ.૧
- આ ચાર પ્રકારના સિદ્ધ પૈકી આપણા પૂજ્ય સિદ્ધ ભગવાન તે ચૌદમા “કમક્ષયસિદ્ધ છે. એટલે આપણે પ્રથમના તેર સિદ્ધ વિષે વિચાર ન કરતાં ચૌદમાં “કર્મક્ષયસિદ્ધ” વિષે જ વિચાર કરીશું. “કર્મક્ષયસિદ્ધ” સામાન્યથી તે આત્મા કહેવાય કે જેણે સર્વ કર્મભેદોને નિરવશેષપણે ક્ષય કરી નાંખ્યા છે. કર્મક્ષય ગુણમાં અથવા કર્મક્ષય ગુણ વડે પરિપૂર્ણતાને પામેલા, પરાકાષ્ઠાએ પહોંચેલા હોય તેઓને કર્મક્ષયસિદ્ધ કહી શકાય. આપણે એમના વિષે વિચાર કરીએ. એકાક્ષરી નિરૂકિતથી સિદ્ધ એટલે કર્મક્ષયસિદ્ધનો અર્થ આ મુજબ કરવામાં આવે છે –
“ના”૨ શબ્દ બે અક્ષરને બનેલો છેઉત્ત' અને “g' એકાક્ષરી નિકિત અર્થ કરવાની રીત પ્રમાણે એક અક્ષર બોલાય એટલે તેના ઉપરથી આ શબ્દ સમજી જવાનો હોય છે. જેમકે “મ. જે.” બોલે એટલે મોહનલાલ જેઠાભાઈ સમજી જવાય; તેમ અહીં પણ “ણિ' અક્ષરથી નિય' એમ આખો શબ્દ સમજવાનું છે, અને “' અક્ષરથી “હંત' એવો આખો શબ્દ સમજવાનો છે. “જિ” શબ્દનો અર્થ “બહ'બાંધેલું થાય છે, અને “ધંત' શબ્દનો અર્થ “ભાત –બાળી નાંખેલું થાય છે. એટલે સામાન્ય રીતે સિદ્ધ' શબ્દનો અર્થ “જેણે બાંધેલું બાળી નાંખ્યું છે તે” એ સમજી શકાય. શું બાંધેલું અને કેવી રીતે બાળી નાંખેલું તે ચાલુ સંબંધથી આપણે સમજવાનું છે. સિદ્ધાંતમાં તે ખુલાસાવાર જણાવેલું છે, તે આપણે સંક્ષેપથી જોઈએ.
૧ જાઓ વિ. આ ગા. ૩૦૨૮; આ ગા. ૯૩૭
૨ જીઓ વિ . મા. ૩૦૨૯, ૩૦૭૩થી ૩૦૩૮ અને આ, ગા. ૯૨૮ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org