________________
શ્રી મહાવીર સ્વામીના માંસાહારને
શાસ્ત્રીય ખુલાસા લે. મહેપાધ્યાય કાશીવિશ્વનાથ પ્રહલાદજી વ્યાસ
સાહિત્યચાર્ય, કાવ્ય-સાહિત્યવિસારદ, મીમાંસા શાસ્ત્રી એલ. એ. એમ.
પ્રસ્થાનના કાર્તિક ૧૯૯૫ ના અંકમાં “શ્રી મહાવીર સ્વામીને માંસાહાર” નામે લેખમાં (૧) જેત ને કબૂતર (૨) માર ને બિલાડ (૩) વિર ને કુકડો અર્થ કર્યો છે, પરંતુ આયુર્વેદમાં તેને નીચે પ્રમાણે અર્થે થાય છે –
૧ વાત એટલે પારવત. પારાવત નામનું ફળ થાય છે. જુઓ સુશ્રુત સંહિતા અધ્યાય ૪૬, ફળવર્ગ.
૨ મન્નિર એટલે ખટાશ, જુઓ વૈદ્યક શબ્દસિંધુ,
૩ ફુટ એટલે ચૌપત્તીય ભાજી એટલે ચાર પત્તાવાળી ભાજી. જુઓ શાલિગ્રામ નિઘંટુ શાકવર્ગ.
શ્રી ગોપાલદાસે પ્રાણવાચકના બદલે ઉપરના અર્થો કર્યા હોત તે વધારે બંધ બેસત, કારણકે આ ચીજોના ગુણ જોતાં શ્રી મહાવીર સ્વામીના રોગમાં તે અત્યંત ઉપયેગી છે. જુઓ પારાવત ફળગુણ-દાહનાશક, જવરનાશક, તથા શીતળ, ચાપત્તીયા ભાજી દાહનાશક, જવરહર, શીતળ તથા મરોધક (દસ્ત બંધ કરનારી). ખટાશ, ભાજીનાં શાક, દહીં નાખીને ખાટાં કરવાનો રિવાજ જાણીતું છે. એટલે ખટાશની જગ્યાએ દહીં લઈએ તે ઝાડાના રોગમાં અત્યંત ફાયદાકારક છે. આવી રીતે આ ચીજો પ્રભુ મહાવીર સ્વામીના રેગની દષ્ટિએ ઉપયોગી છે, એટલું જ નહીં પણ પ્રભુ મહાવીર જેવા આત્માથી પુરૂષ માંસાહાર ન કરે તે દષ્ટીએ ઉપરના અર્થો વધુ બંધબેસતા છે. વધુ માટે મારે મહાવીર માંસાહારી કે શાકાહારી' નામે લેખ પ્રસ્થાનમાં છાપવા મોકલ્યો છે તે છપાયે જોઈ લે. ઊંઝા ફાર્મસી, ઊંઝા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org