________________
[વર્ષ :
[૭૦]
શ્રી જેને સત્ય પ્રકાશ નહિ, કારણ કે પ્રસ્તુત રોગમાં દાહ શમાવી શીતતા આપનાર વસ્તુની જરૂરત છે. માંસની ઉષ્ણતા માટે જુઓ વૈદ્યકવચને–
" स्निग्धं उष्णं गुरु रक्तपित्तजनक वातहरं च" “ માં વારિરિ કૃર્થ.
આ વ્યાધિના ઔષધ તરીકે કાળાપાક તથા બિજોરાપાક કામ આવી શકે, જુઓ વૈવકગ્રંથ દેવ નિઘંટુ
कूष्माण्डं शीतलं वृष्यं स्वादु पाकरस गुरु । हचं रूक्ष रसस्यन्दि श्लेष्मलं वातपित्तजित् ॥ कूष्माण्डशाकं गुरुसन्निपातज्वरामशोकानिलदाहहारि ॥
આ પ્રકમાં કોળાને શીતલ અને પિત્તહરણ કરનાર તથા તેના શાકને જ્વર તથા દાહને શાંત કરનાર તરીકે વર્ણવેલ છે. તથા જુઓ સુશ્રુતસંહિતા
श्वासकासारुचिहरं तृष्णानं कष्ठशोधनम् । लध्वम्लं दीपनं हृचं मातुलुंगमुदाहृतम् ॥ त्वक् तिक्त दुर्जरा तस्य वातकृमिकफापहा। स्वादु शीतं गुरु स्निग्धं मांस मारुतपित्तजित् ॥
ભાવાર્થ–શ્વાસ, ખાણ અને અરુચિને હઠાવનાર, તૃષા મટાડનાર, કંદને સાફ રાખનાર, લઘુ, ખટાશવાળું, જઠરાગ્નિને તેજ કરનાર અને હૃદયને અનુકૂળ એવા પ્રકારનું બિરું છે. આ બિજોરાની છાલ વાત, કરમિયા અને કફને નાશ કરનારી છે. તથા આ બીજારાનું માંસ-વચલે ગલ સ્વાદિષ્ટ શીતળ ગુરુ સ્નિગ્ધ અને વાત-પિત્તને હરણ કરનાર છે. આ શ્લોકમાં સુશ્રુતે માંસ શબ્દ ફળના ગલ માટે વાપરેલ છે, અને તેને શીતલ તથા પિત્ત કરનાર જણાવેલ છે.
લેખક આગળ ચાલતાં એક સ્થલે આ વૈધિક પ્રક્રિયાની હૂંચવણુથી ગભરાતાં જણાવે છે કે-આ વ્યાધિ અલૌકિક છે, અને તેને ઈલાજ પણ અલૌકિક છે. માટે વાકગ્રંથને વિચાર કરે તે નકામો છે. ખરેખર આ બીના લેખકની નબળાઈ સૂચવે છે, તથા તે યુક્તિવાદ આગળ ટકી શકતી પણ નથી.
આ વ્યાધિને માટે જે અલૌકિક જ ઇલાજ અભિપ્રેત હતા તો રેવતીને ત્યાંથી લૌકિક વસ્તુ શા માટે મંગાવી અને તેનાથી વ્યાધિ પણ કેમ શાંત થયો?
ગોશાલકને પણ આ જાતને પિત્તજ્વર હતું અને તેને શમાવવા તેણે આંબાની ગેટલી ચૂસી હતી તથા ભાટડીવાળું પાણું શરીર છાંટયું હતું એમ ભગવતી સૂત્ર સ્પષ્ટ પ્રતિપાદન કરે છે, આ વાત પણ કઈ રીતે ઘટી શકે? તથા લેખકને પૂછવામાં આવે છે કે અલૌકિક વ્યાધિને અર્થ શો ? લોકમાં ન દેખાય તેનું નામ અલૌકિક 'કહતા હૈ તે તે વ્યાજબી નથી, કારણ કે આ વ્યાધિ લોકમાં દેખાય છે. કદાચ એમ
www.jainelibrary.org