________________
[ ૩૯૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ ૨
આથી વિપરીત જેનું મન શુદ્ધ અને સંયમમાં નથી, જે સ્વાથ લાલુપતામાં જ સાએલા રહે છે, અહિક સ્વાર્થ માટે જ ક્રિયા કરે છે, અને જે કષાયથી લિપ્ત છે, તે બાહ્ય સ્વરૂપથી અહિંસક હોવા છતાં તે હિંસક છે, કારણુ કે તેના મનના પરિણામ હિંસક છે.
જો આ બાબત ઉપર ગભીરપણે શ્રી. પટેલે વિચાર કર્યાં હોત અથવા કાઇ ગીતા વિદ્વાન પાસે અભ્યાસ કર્યો હાત તેા તે દિ ન માનત કે સાધુએ ખાવાની ચાલવાની વગેરે ક્રિયા કરે છે, અને તેમાં એકેન્દ્રિય જીવેાની હિંસા થાય છે માટે તેમણે માંસાહાર કરવા જોઇએ. અથવા આવી ક્રિયાઓ કરતાં હતાં એટલે માંસાહાર પણ કરતા હતા. મનુષ્ય, પશુ હિંસા વિના રહી શકે છે, માંસાહાર વિના ગૃહસ્થા પણ ચલાવી શકે છે, તે પછી સાધુ વાયુકાયની ક્રિયા વિના નથી રહી શકતા, માટે તે માંસાહાર વિના પણ ન રહી શકે એવું ધારણ બાંધવું એ તે બહુ દુઃખકારક અને આશ્ચયજનક છે.
૭
ચાલુ કાળમાં જનધના સિદ્ધાન્તા અને જૈનધર્મનું શાસન ભગવાન મહાવીરના ઉપદેશને અનુસરીને અઢી હજાર વર્ષોથી ચાલ્યું આવ્યું છે. ભગવાન્ મહાવીરના સિદ્ધાન્તાના અભ્યાસ કરનાર કાઈ પણ અભ્યાસ કહી શકે છે કે ભગવાન મહાવીરે કેવલજ્ઞાન થયા પછી જગને સંદેશ સંભળાવ્યેા છે. તેમણે જે જે કહ્યું છે તે પોતાના આચરણમાં ઉતારીને કહ્યું છે, તેમના સિદ્ધાંતાની મુખ્ય વસ્તુ અહિંસા, સંયમ અને તપ છે. આત્મવિકાસની સાધનભૂત આ ત્રણ વસ્તુ મુખ્ય છે. આ ત્રણે વસ્તુ તેમણે પેાતાના જીવનથી આદશ રૂપે ખડી કરી છે. પેાતાના મત-૫થ વધારવાની અંશમાં પણ ઈચ્છા રાખ્યા વગર પોતાના જ્ઞાનમાં જે સત્ય લાગ્યું તે તેમણે પ્રકાશ્યું છે. લેાકેા તેમને માને કે ન માને, તેમના મતને આદર કરે કે ન કરે તે સંબધી જરા પણ વિચાર રાખ્યા સિવાય, સકલ ક`ના ક્ષય એ જ મુક્તિના માર્ગ છે અને ક્ષયનાં પ્રધાન કારણેા અહિંસા, સચમ અને તપ છે, એ એમણે બતાવ્યું. આમ ભગવાન મહાવીરનું ચરિત્ર અહિંસા અને દયાથી ઓતપ્રાત થએલું આપણે જોઈ શકીએ છીએ, જૈન સૂત્રના અભ્યાસર્કાએ ઉપલક દૃષ્ટિએ અભ્યાસ ન કરતાં અથવા એકાદ અનુવાદકનું અનુકરણ ન કરતાં રવયં બહુ જ સંશોધક બુદ્ધિથી અભ્યાસ કરવાની અને અનુવાદ કરવાની જરૂર છે. સેકડા કે હજારા વર્ષો પહેલાંની આ વસ્તુ છે. જુદા જુદા સમયમાં જુદા જુદા દેશમાં, ભાષા અને રીતિરવાજોમાં સમયે સમયે પરિવર્તન થયા કરે છે. આ બધા સમયના પ્રવાહમાં પહેલી વસ્તુઓના ખ્યાલ કર્યા સિવાય ઉપલક દૃષ્ટિએ જો કોઇ પણ વસ્તુની પ્રકાશ કરવામાં આવે છે, તે તેમાં ખીજાને અન્યાય થવાના સંભવ રહે છે. ‘પુરૂષવિશ્વાસે વચનવિશ્વાસ’ એ સિદ્ધાંત મધ્ય બિન્દુમાં રાખીને મહાવીર કાણુ હતા ? એમનુ જીવન કેવું હતું ? એ બધું જોઇ તપાસી પછી જ એમનાં વચને ઉપર ઊહાપેહ કરવાની જરૂર છે. તેની સાથે જ સાથે મેં મારા લેખના પ્રારંભમાં કહ્યું છે તેમ પ્રકાશિત થતી વસ્તુના લાભાલાભનો પણ વિચાર કરવાની જરૂર છે. વિદ્વાને મારા નમ્ર વક્તવ્ય તરફ્ ધ્યાન આપશે, એવી ઈચ્છા સાથે વિરમું છું.
Jain Education Intenજૈન મંદિર, રણછેડ લાઈન, કૈરાચી, Personal Use Only
www.jainelibrary.org