________________
[૧૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૪
સ્થિતિવાળા દેવ થયા. તેરમા ભવમાં ચાલુ અવસર્પિણીના ત્રીજા આરાના ચૌરાશી લાખ પૂર્વ ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાકી હતા ત્યારે અષાઢ વદી ૧૪ (ગુજરાતી જેઠ વદ ૧૪)ની મધ્ય રાત્રે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાના યુગમાં દેવલોકમાંથી આવીને જંબૂદીપના દક્ષિણાર્ધમરતમાં ઈફવાકુ ભૂમિમાં નાભિનામના સાતમા કુલકરની મરૂ દેવસ્ત્રીની કુક્ષિામાં ઉત્પન્ન થયા. નવ માસ અને સાડા સાત દિવસ વીત્યા બાદ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાના યુગમાં ચૈત્ર વદ ૮ (ગુજરાતી ફાગણ વદ ૮)ની મધ્યરાત્રે પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામીને જન્મ થયે, જન્મથી જ શ્રી ઋષભદેવસ્વામી મતિ-શ્રુતઅવધિ જ્ઞાનવાળા અને વૃષભલંછન યુક્ત હતા તથા અદ્દભુત સૌંદર્યવાળા અને અનંતબલી હતા. તેમનું શરીર ૫૦૦ ધનુષ્ય ઉંચુ હતું. તેમને સુનંદા અને સુમંગલા નામે બે રાણીઓ, ભરત બાહુબલિ વગેરે એકસો પુત્ર, બ્રાહ્મી અને સુંદરી નામે બે પુત્રીઓને પરિવાર હતા. ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે વસાવેલી વિનીતા નગરીના તેઓ પ્રથમ રાજા થયા. ત્યારપછી પ્રભુએ અવધિજ્ઞાનથી સંયમ ગ્રહણ કરવાને વખત નજીક જે અને લેકાંતિક દેવે પણ શાશ્વત આચાર પ્રમાણે વિનંતી કરી એટલે ભારતને વિનીતાનું રાજ્ય, બાહુબલીને તક્ષશીલાનું રાજ્ય અને અઠ્ઠાણુ પુત્રને બીજા અઠ્ઠાણું રાજ્ય આપીને વાર્ષિકદાન આપવાની શરૂઆત કરી. છેવટે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાના યુગમાં છરૅને તપ કરી ચત્ર વદી ૮ (ગુજરાતી ફાગણ વદી ૮)ના દિવસ પાછલા પહેરે સિદ્ધાર્થવનના બગીચામાં જઈ ચારમુષ્ટિ લોન્ચ કરી ક્ષત્રિય કુલના કચ્છ મહાકચ્છ વગેરે ચાર હજાર પુરૂષ સાથે એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરી દ્રવ્યથી અને ભાવથી સંયમ અંગીકાર કર્યું. તે જ વખતે તેમને મનઃ પર્યાવજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુએ દીક્ષા લીધી તે વખતના લોકો ભિક્ષામાં શુદ્ધ આહાર પાણી આપવાં જોઈએ એવું સમજતા નહેતા, તેથી એક વરસ લગી નિરાહારી પ્રભુ વિહારથી ભૂમિને પાવન કરતા હસ્તિનાપુર નામના નગરમાં પધાર્યા. તે નગરમાં પ્રભુના પ્રપૌત્ર શ્રેયાંસકુમારને પ્રભુને વેષ જોઈ જાતિસ્મરણ ઉત્પન્ન થયું, અને તે જ્ઞાનથી પિતાના પૂર્વ ભાગમાં પ્રભુની સાથે આઠ ભને સબંધ તથા પ્રભુને શુદ્ધ આહાર પાડ્યું કલ્પે એવું જાણીને શ્રેયાંસકુમારે પ્રભુને વાર્ષિક તપનું પારણુ શેરડીના રસથી કરાવ્યું. ત્યારપછી દરેક લોકો ભિક્ષા હેરાવવાને વિધિ શીખ્યા. એ પ્રમાણે એક હજાર વર્ષ વીતી ગયા બાદ પુરિમતાલ નગરના શટમુખ ઉદ્યાનમાં ન્યગ્રોધ વૃક્ષની નીચે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાના યુગમાં ફાગણ વદી ૧૧ (ગુજરાતી માહાવદી ૧૧)ના દિવસે ઘાતિ કર્મોને ક્ષય કરી શુકલ ધ્યાનમાંના પ્રથમ બે ભેદોનું ધ્યાન ધરતાં અને અઠ્ઠમ તપથી યુકત શ્રી ઋષભેદવ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રથમ સમવસરણમાં પ્રભુએ દેશના આપી તેથી ભારતના પાંચ પુત્રો અને સાતમે પૌત્રોએ તથા બ્રાહ્મીએ દીક્ષા લીધી. પ્રભુએ તીર્થ (ચતુર્વિધસંઘ)ની સ્થાપના કરી. તેમને ઋષભસેન વગેરે ૮૪ ગણધર અને ૮૪ ગણ હતા. તેમને પરિવાર આ પ્રમાણે છે.
સાધુ ૮૪૦૦૦ / સાધ્વી ૩૦૦૦૦૦ I શ્રાવક ૩૦૫૦૦૦| શ્રાવિકા ૫૫૪૦૦૦ કેવલી ૨૦૦૦/મન:પર્યવજ્ઞાની ૧૨૬૫૦ અવધિજ્ઞાની ૮૦૦૦ ચઉદપૂવી ૪૭૫૦ | વૈક્રિયલબ્ધિવાલા મુનિ ૨૦૬૦૦/ વાદિ મુનિ ૧૨૬૫૦ | મેક્ષગામી સાધુઓ ૨૦૦૦૦ | મેક્ષગામી સાધ્વીઓ ૪૦૦૦૦/ અનુત્તરમાં જનારા સાધુઓ ૨૨૮૦૦ (જુઓ પાનું ૩૭૬) For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International