________________
(૩૭૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૪
“મારત” ને “બિલાડાએ મારેલ” એવો અર્થ ગપાળજીભાઈ પટેલ કરે છે, તે બરાબર નથી, કારણ કે “કૃતમ્”ને અર્થ મારેલ એમ કોઈ પણ સ્થળે થતું નથી, પરંતુ “નિતમ્” “દક્ષિત” ઇત્યાદિ સ્થળોએ રાઈવડે સંસ્કારેલ, દ્રાક્ષાવડે સંસ્કારેલ (કે જેને ભાષામાં રાઈતું વગેરે કહેવામાં આવે છે, તે પ્રમાણે સંસ્કારેલ
એવો અર્થ થાય છે. તેને બદલે “ત"ને અર્થ ખેંચતાણીને “મારેલ’ કરે અને પૂર્વના ટીકાકારોને ખેંચતાણને અર્થ કરનારા કહેવા તે ઉચિત નથી.
વળી ભગવાન મહાવીરને ઔષધ વહોરાવનાર રેવતી એ કોઈ સામાન્ય સ્ત્રી ન હતી, પરંતુ મહાવીરના ચતુર્વિધ સંધ પૈકી કલ્પસૂત્રમાં વર્ણવેલ સુલસા વગેરે શ્રાવક સંઘની ગણનામાંની મુખ્ય વ્રતધારિણી શ્રાવિકા હતી કે જેને ત્યાં ભગવાન મહાવીરે વારંવાર નિષિદ્ધ તરીકે ઉપદેશેલ, નરકાવતારના ધારભૂત માંસ ભક્ષણ કદી પણ સંભવી શકે જ નહિ.
[૩] એવી એક શંકા સ્થાને છે કે માંસાહારના મહાન પ્રતિષેધક ભગવાન મહાવીરના આગમમાં, સામાન્ય જનતાને ભ્રમમાં નાખે એવા “માંસ “પિત” “માર’ વગેરે શબ્દોની યોજના સાથી હોય? શું સ્પષ્ટ અર્થને બતાવનાર બીજા શબ્દ ન હતા કે જેથી આવા દ્વયર્થક તેમજ સાધમ્મથી અર્થ લઈ આગમ સંગત કરવા પડે તેવા શબ્દોને પ્રયોગ કરાયો?
આનું સમાધાન ગુરુગમથી જેઓએ જૈન આગમનું રહસ્ય જાણ્યું છે તેવા આગમના અભ્યાસીઓને સરસ રીતે થઈ શકે તેવું છે. તે એ કે ગણુધરેએ આગમોની રચના ચતુરનગમયી કરી હતી કે જેથી આગમના પ્રત્યેક સૂત્રથી દ્રવ્યાનુયેગને, ગણિતાનુયેગને, ચરણકરણાનુયોગ તેમજ ધર્મકથાનુયોગને અર્થ નીકળતો અને શિષ્યોને સમજવા હતા, પરંતુ આર્ય વ્રજસ્વામી પછી મેધાહાસ વગેરેને કારણે પ્રત્યેક સૂત્રોને એકેક અનુગમાં નિયત કરવામાં આવ્યા. આ વાત શ્રી હરિભદ્રસૂરિરચિત શ્રીદશવૈકાલિક ટીકમાં આ પ્રમાણે છે
इह चार्थतोऽनुयोगो विधा अपृथक्त्वानुयोग : पृथक्त्वानुयोगच तत्रापृथक्त्वानुयोगो यत्रैकस्मिन्नेव सत्रे सर्वे एव चरणकरणादय : प्ररूप्यन्तेऽनन्तगमपर्यायार्थकत्वात् सूत्रस्य, पृथक्त्वानुयोगश्च यत्रक्वचिसूत्रे चरणकरणमेव क्वचित्पुनर्धर्मकथैव वेत्यादि ॥ अनयोश्च वक्तव्यता।
जावंति अज्जवइरा अजपुहुत्त कालियानुओगस्स।
तेणारेण पुहुत्तं कालियसुयदिठिवाए य॥
અહીં અર્થથી અનુયોગ બે પ્રકારનું છે. એક અપૃથક્વાનુયોગ અને બીજે પૃથવાનુયોગ. તેમાં અપૃથકત્વાનુયોગ એક જ સૂત્રમાં સર્વ ચરણ કરણ વગેરે યોગ પ્રરૂપાય , કારણ કે સૂત્ર અનન્ત ગમ પર્યાય અને અર્થવાળું હોય છે. પૃથકવાનુયોગ તે કે કઈ સૂત્રમાં ચરણકરણનુગ જ હોય તે કઈ સૂત્રમાં ધર્મકથાનુગ જ હોય, એ પ્રમાણે.
For Private & Personal Use Only
www.jainelibrary.org